ધરમીબા 105 નોટ આઉટ


સો વર્ષના થાજો.
એવું કહેતા આપણે અનેકને સાંભળ્યા હશે.પણ,જેને ખરેખર સો વર્ષ થયાં હોય એવા લોકો કેટલા જોયા.અત્યારે શતાયુ ભોગવનાર ખૂબ ઓછા જોવા મળે છે.તારીખ 19 મે 2018ના રોજ એક પરિવારને મળવાનું થયું.હું જેમને મળવા ગયો એમના પિતાજી નિવૃત્ત થાય હતા.એમને નિવૃત્ત થયે લગભગ 20 વર્ષ થયાં હતાં. સહજ વાતમાં મેં કીધું આપની તંદુરસ્તી અને સ્વાસ્થય સારું છે.મારી વાત સાંભળી મને કહે 105 વર્ષના મારા બા હજુ હયાત છે.ધરમીબેન જોશી ને 105 વર્ષ થયાં છે.એ આજે કહે છે કે મહિને 2000 હજાર રૂપિયા મળે એવી નોકરી મળે એ સારું.ગરમી વધી છે એટલે બપોરે એ મૂંઝવણ અનુભવે છે.છતાંય સવારે અને સાંજે ગરમી ઓછી થાય એટલે એ સ્વસ્થતાતી વાતો કરે છે.એકસો પાંચ વર્ષની અનેક વાતો સાંભળવા ફરી ક્યારેક મળવું છે.

@#@
બે હજાર રૂપિયાના પગારમાં સંતોષ માનનાર ધરમી બા ને વંદન.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી