સફળતા...

કશુંક મેળવવું સૌને ગમે.
આ માટે આપણે અનેક કામ કરતા હોઈએ છીએ.આપણે જોઈએ છીએ કે મન ને સ્થિર કરવા માટે આપણે યોગ અને કસરત ને મહત્વ આપીએ છીએ.છેલ્લે એક દાયકાથી આ બાબતે જાગૃતિ કેળવાઈ હોવાનું લાગે છે.
આપણે સ્વાસ્થ્ય કે આર્થિક સદ્ધરતા માટે બધું જ કરીએ છીએ.આ માટે કેટલીક વખત બધા કે આખડી કરવામાં આવે છે.સફળ થવું સૌને ગમે.
આ વાત ને આગળ જોતા પહેલા આપણે એક શેર જોઈએ.કોઈએ લખ્યું છે કે...

'મજા ન પડે તો મિજાજ બદલું છું,
આવાઝ બદલું છું,ક્યાં આંખ બદલું છું.
મારી કસ્તી નથી ડરતી કોઈના ટકરાવવાથી.
દિશા નહીં હું જહાજ બદલું છું.

બસ...
આ જ વાત યાદ રાખવી જરૂરી છે.

સફળ થવા માટે જરૂરી છે.નવો વિચાર.સફળ થવાના મુખ્ય માર્ગ ને બદલી શકાય.હું વાર્તા લખતો હતો.એક દિવસ એવું થયું કે જોડાક્ષર વગરની વાર્તા લખું.પહેલી વાર્તા કામચારુ અંગે લખી.તે જાપાનના શિક્ષક હતા.જો મેં કામચારુ વાર્તા ન લખી હોય તો આજે વર્લ્ડ રેકોર્ડ ન  થયો હોત.
મારું એવું હતું કે મારો વર્લ્ડ રેકોર્ડ થાય.આ માટે લખવાનું જ પસંદ કર્યું.જો વાર્તાઓ લખી હોટ તો તે શક્ય ન હતું.મેં ઈરાદો નહિ,એ માટે આયોજન નવું કર્યું.

કોઈ વાત ન સમજી શકાય તો એ માટે રાહ જોવી.કોઈએ કહ્યું છે કે દુઃખનું ઓસડ દહાડા.દિવસ પસાર થાય અને જો ઈરાદો કે ધ્યેય નકકી હોય તો ચોક્કસ પરિણામ આપણી ફેવરમાં જ આવે.બીજો એક વિચાર એ કે  'नजरिया बदलो,नजारे बदल जाएंगे' આ માટે આપણે જાત સાથે સંવાદ કરવો જરૂરી થઈ પડે છે.ક્યારેક કોઈ કહે એ ન સમજાય પણ, જાત સાથે સંવાદ થાય ત્યારે જે નિર્ણય આવે એ ચોક્કસ શાંતિ આપે.

@#@
પોતાનો વિચાર અને તેનો અમલ.આ બન્નેમાં બદલાવ થાય જ.વિચારેલું અમલી કરવા ફેરફાર કરવો પડે તો તે જરૂરી છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી