સાચી સમજ

એક માણસ.તેને એક કૂતરો. કૂતરાનું નામ ભાવ ભાવ.તેનું કામ નામ મુજબ ભાવ ભાવ કરવાનું. તેં ઓળખતા માણસ ને જુએ એટલે ભસે. ભાવ ભાવનો માલિક તેને ખૂબ સાચવતો અને હૂંફ આપતો.એક દિવસની વાત છે.ભાવ ભાવ નો માલિક તેની સાથે હોડીમાં મુસાફરી કરતો હતો.આગળ પાછળથી આવતો ઠંડો પવન તેને મજા કરાવતો હતો.આ જ હોડીમાં મુસાફરી કરવા માટે બીજા લોકો પણ બેઠેલાં હતાં. આ કૂતરાને  હોડીમા બેસવાનો અનુભવ નહોતો. આ કારણે તે હોડીમાં  દોડા દોડી ને ઉછળ કુદ કરતો હતો. ન તે શાંત હતો કે ન બીજા ને શાંત બેસવા દેતો હતો. હોડીમાં બેઠેલા સૌ એનાથી પરેશાન હતા. કૂતરાની ભાગદોડ થાઈને હોડી ઉંધી વળી જાય તો  એની સૌને  ચિંતા હતી.સૌ ને હતું કે એ ડૂબશે અને બીજાં નેય સાથે લઈ જશે.
એ માણસ પણ ખૂબ ખિજાયો હતો. શું કરવું એ એને સમજાતું ન હતું.તેને કોઈ ઉપાય સુજતો નહતો.

આ મુસાફરો સાથે એક સમજદાર માણસ બેઠો હતો.એનું નામ નીલ.એણે પેલા માણસ ને કીધું  તમારી રજા હોય તો  આનો ઉપાય છે.
પેલા માણસે તરત જ  હા પાડી દીધી.
નીલ તૈયાર થયો. એણે બે માણસને બોલાવીને કુતરાને પકડીને દરીયામાં નાખી દીધુ. કુતરૂ તરતું તરતું હોડી તરફ આવતું હતું. મહા મુસીબતે  કૂતરાએ હોડીનું લાકડુ પકડી લીધું. નીલ અને કૂતરાનો માલિક આ જોતા હતા.તેમને  કૂતરાને પકડીને હોડીની અંદર લઈ લીધું.  
કૂતરું હવે ચુપ ચાપ ખૂણામાં બેસી ગયું. બધાં ને નવાઈ લાગી. પેલા માણસે નીલ ને સવાલ કરતાં કીધું ' પહેલા તો આ ખૂબ કુદકા મારતું હતું.  હવે કેમ બકરીની શાંતિથી બેસી ગયું ? ' આ સવાલ સાંભળી નીલ કહે ' ભાઈ,એ વખત તેણે હોડીમાં બેસી પડનાર તકલીફો જોઈ જ ન હતી.દરિયાના આટલા પાણી ને જોયા વગર એ હોડીમાં જલસા કરતું હતું. એક વખત હોડી વગર થોડો સમય પસાર કરી જોયો.એને પાણીમા ફેંકતાં તો તેને પાણીની તાકાત  અને હોડીની ઉપયોગીતા સમજમા આવી ગઈ.હવે તે પાણીમાં આવું કદી નહીં કરે.

@#@
2236
આદર...
સહકાર...
સહયોગ...
સમજણ...

આપણે પણ આપણા માલિક કે આપણ ને હૂંફ આપનારનો આદર કરવો જોઈએ.આદર આવનાર સમય ને સરળ કરી શકે છે.

We can 100% मुमकिन हैं...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી