લિંકન: હું ફાંસી ન લખું...
અમેરિકા.
દુનિયાની મહાસત્તા.
જાણે જગત જમાદાર.
વિશ્વમાં પોતાની પકડ અને પહેચાન બનાવનાર અમેરિકાના પ્રમુખની આ વાત છે.
આ પ્રમુખનું નામ અબ્રાહમ લિંકન.આ એ સમયની વાત છે જ્યારે લિંકન પ્રમુખ હતા.અમેરિકામાં આંતર વિગ્રહ ભડકતો હતો.અમેરિકામાં આ સમય લોહિયાળ હતો.પ્રમુખ તરીકે લિંકન સાવચેતીથી કામ કરતા હતા.
આંતરિક વિગ્રહમાં ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગલા પડી ગયા હતા.ઉત્તર અમેરિકાના લશ્કરમાંથી એક સાથે 25 સૈનિક ભાગી ગયા હતા.આ સૈનિક નું ભાગવું આંતર વિગ્રહ સાથે જોડાયેલું હતું.લશ્કરી અદાલતમાં આ સૈનિકો સામે કેસ ચાલ્યો.આ કેસની અંતે આ બધા જ સૈનિકો ને કડકમાં કડક સજા તરીકે ફાંસીની સજા ફરમાવવામાં આવી.
આ ચુકાદો લઈને સૈન્યના વડા લિંકન ને મળવા આવ્યા.એમને કહ્યું 'મિસ્ટર,પ્રેસિડેન્ટ.આ સૈનિકો મારા તાબામાં આવે છે.એમની શિસ્ત અને ફરજપાલન મારી જવાબદારી છે.આ સૈનિકો એ દ્રોહ કર્યો છે.આ સૈનિકો ને ફાંસી આપવાનું મિલિટરી કોર્ટે માન્યું છે.આપ આ નિર્ણય ને માન્યતા આપો.સેનાપતિ ની વાત સાંભળી અબ્રાહમ લિંકને કહ્યું.હું આપની વાત સમજુ છું.આજે અમેરિકામાં કેટલી મહિલાઓ રડે છે..!આ 25 ને મારી ને આપણે એમાં વધારો કરવો નથી.હું આ ચુકાદાને માન્યતા નહીં આપું,ભલે આ સૈનિકો એ આપણા વિરુદ્ધ કામ કેમ ન કર્યું હોય.
@#@
એક વિચારક અને ચિંતક તરીકે અબ્રાહમ લિંકન અંગે આપણે અનેક પ્રસંગો જોયા કે સાંભળ્યા હશે.આપણે એવા પ્રસંગો સાથે મળીશું.
Comments