ગુણોત્સવ: ગુરુ ઉત્સવ

રાજ્ય પરીક્ષા બોર્ડ,ગાંધીનગર.અહીં શ્રી પ્રફુલ જલુ ચેરમેન છે.છેલ્લા થોડાક વર્ષોથી એક વિઝન સાથે રાજ્ય પરીક્ષા બોર્ડનું નવતર કાર્ય ચાલે છે.ગુણોત્સવ અંતર્ગત ચેરમેનશ્રી ને જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં સોંદરડા ગામમાં જવાનું થયું.અહીં તેઓએ વિદ્યાર્થીઓનાં અભ્યાસનું બાહ્ય મુલ્યાંકન કરવાનું હતું.આ સમયે નાનકડી સોંદરડા પ્રાથમીક શાળાની મોટી કહી શકાય તેવી સિધ્ધીઓ સાથે વિદ્યાર્થીઓ બેઠા હતા. સોંદરડા પ્રાથમિક શાળાએ વર્ષ ૨૦૧૬માં એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં છ વિદ્યાર્થીને પરીક્ષા અપાવી જેમાંથી ચાર વિદ્યાર્થી ઉતિર્ણ થયા. વર્ષ ૨૦૧૭માં છ વિદ્યાર્થીએ પરીક્ષા આપી અને બધા વિદ્યાર્થી ઉતિર્ણ તો થયા પણ તેમાં બે વિદ્યાર્થી મેરીટમાં રેંક હાંસલ કરી શાળા અને ગામનું ગૈારવ વધાર્યું.

શાળાના આચાર્યશ્રી માલદેભાઇ કામરીયા અને સહાયક શિક્ષકશ્રી વિરમભાઇ તથા શ્રી દુધાત્રાએ શાળાની શેક્ષણિક પ્રવૃતિમાં વિદ્યાર્થી કેમ અવ્વલ બને તેની કાળજી દાખવી છે.એમના ખાસ આયોજન અહીં જોઈ શકાય છે.આ માટે તેમણે ખાસ પ્રયત્ન કર્યો છે. સાથે સહ શૈક્ષણિક પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓ કેમ રસ દાખવે તે દિશામાં પણ વિવિધ પરિણામલક્ષી કાર્યક્રમો અહીં હાથ ધરવામાં આવેલ છે. શાળામાં આધુનિક વ્યવસ્થાઓ સાથેની કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરના અનુભવો પુરા પડાય છે. સર્વદિશામાં બાળકોની કાબેલીયત હાંસલ કરે તેવી વ્યવસ્થા દ્વારા અહીંનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યુ હતું. લોકમાનસમાં ખાનગી શાળા તરફ એકતરફી લગાવ વધી રહયો છે. ખાનગી શાળામાં જ શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવી ભ્રામક માન્યતાઓ વાલીઓ ધરાવે છે. આવા ખોટા ભ્રામક પ્રચાર સામે સોંદરડા જેવી શાળાઓ ખાનગી શાળા કરતાં પણ શ્રેષ્ઠ શિક્ષણ અને આયોજન શિક્ષકો દ્વારા થાય છે.શિક્ષકો દ્વારા અહીં જાને બધું જ આપવાનો પ્રયાસ થાય છર.જે દેખાઈ આવે છે.

આ શાળાની મુલાકાત પણ શ્રી પ્રફુલ જલુએ લીધી હતી.તેઓએ ગામડામાં જ શિક્ષણ મેળવ્યું હતું.પોતાની વાતમાં એમણે જણાવ્યું કે  કેશોદ તાબાનાં મઘરવાડા ગામની સરકારી શાળામાં જ અભ્યાસ કર્યો. કારકિર્દીનાં વિવિધ શિખર સિદ્ધ કરવામાં ડગલુ પણ પીછે હઠ કરી નથી.તેમના પ્રાથમિક શાળાના ગુરૂ શ્રી કાનજીભાઇ મક્કા મેસવાણ ગામે તંદુરસ્ત જીવન પસાર કરી રહ્યા છે. શ્રી પ્રફુલ જલુ તેમના ગુરૂજીને મળી અહોભાવ વ્યક્ત કરવા અને ગુરૂચરણ સ્પર્શવા મેસવાણ પહોંચ્યા. ગુરૂશિષ્યનાં અનેરા હેતની વર્ષા થઇ હતી. અને આજથી પાંત્રીસ વર્ષ અગાઉ જે વિદ્યાર્થીના જીવનમાં  શિક્ષણનાં ઓજસ આંજ્યા તે આજે ગુરુજીને મળવા આવ્યા હતા.આજનું નામ ભલે પ્રફુલ જલુ.પણ...કુટુંબમાં પોલાભાઇ.આ પોલાભાઈની યાદોને વાગોળતા ગુરુજી બોલ્યા. મારો વિદ્યાર્થી ક્યારેય કાચો ના હોય,શ્રી કાનજીભાઇએ તેમની શિક્ષક તરીકેની કારકિર્દીને વાગોળતા તેમના શિષ્યને શીખ આપતા જણાવ્યુ કે તૈયારી વિના વર્ગખંડમાં જવુ એ શિક્ષકની ઉણપ છે. દરેક બાળક દેશનો સૈાથી સર્વોચ્ચ નાગરીક બને તે દિશામાં તેમની શૈક્ષણિક ચિંતા કરવી એ જ ગુરૂધર્મ છે. મને ગૈારવ છે કે મારા છાત્રો આજે સુખી અને સાધન સંપન્ન છે. આ તકે ગુરૂ શીષ્યનું મીલન ખરા અર્થમાં સાંદીપની અને સુદામાની એક યાદ હતી.


@#@
ભણ્યા એટલા ભાગ્યશાળી.
કારણ એમને ત્રણ ભગવાનનો સાથ.એક ભગવાન...બીજા માતાપિતા અને ત્રીજા ગુરુ.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી