સલમાન અને બિશ્નોઈ સમાજ...

સલમાન ખાન.
ફિલ્મસ્ટાર.આજે તે જેલમાં છે.સાંજ સુધીમાં જામીન મળી જશે.10000 રૂપિયા ભરવા પડશે.સલમાન સાથેના અન્ય સ્ટાર ને છોડી મુકવામાં આવ્યા.તે નિર્દોષ છે.હવે બિશ્નોઈ સમાજ પોતાની રીતે નિર્દોષ ને દોષિત જાહેર કરવા વડી અદાલતમાં જશે.સલમાન દોષિત છે.એ નિર્દોષ સાબિત થવા વડી અદાલતમાં જશે.આ બિશ્નોઈ સમાજ અને તેના પર્યાવરણ પ્રેમ અંગે શ્રી રમેશ તન્ના એ સરસ 
આલેખન કર્યું છે.મારા મિત્ર જીતુભાઇ વૈદ્ય દ્વારા મને આજે એ મોકલવામાં આવ્યું.

સલમાનખાનને કોટડીની કેદ સુધી પહોંચાડવામાં બિશ્નોઈ સમુદાયનું મોટું પ્રદાન છે. આ સમાજના લોકોએ આપેલી સાક્ષીએ કેસને અસર કરી હતી. કાળિયાર હરણનો શિકાર કરનારો સલમાન જેલમાં જશે પણ 'હમ સાથ સાથ હૈં' વાળા તેના સાથીદારો સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેંદ્રે નિર્દોષ છુટી ગયા તેનું આ સમાજને દુઃખ છે. સરકારે તેમની સામે ઉપલી કોર્ટેમાં જવું જોઇએ તેવું તેઓ માને છે. 

રાજસ્થાનના પશ્ચિમી થાર રણ વિસ્તારમાં રહેતા બિશ્નોઈ સમુદાયના લોકો પ્રકૃતિપ્રેમી છે અને પશુઓને તો ભગવાન જ માને છે. બિસ્નોઇ શબ્દ વીસ અને નવ(હિન્દીમાં નોઇ) મળીને બનેલો શબ્દ છે. એ લોકો વીસ વત્તા નવ ઓગણત્રીસ નિયમોનું પાલન કરે છે.
આ નિયમોમાંઃ
સત્ય...અહિંસા...પરોપકાર...પશુઓનું રક્ષણ...માંસાહાર ન કરવાનું...તમ્બાકુ નહીં ખાવાની...ભાંગ-શરાબ નહીં...ચોરી નહીં કરવાની...જૂઠ્ઠું નહીં બોલવાનું,રસોઇ જાતે બનાવવાની...ભૂખ્યા ને ભોજન અને પ્રવારણ નું રક્ષણ જેવા નિયમો નો સમાવેશ થાય છે.
બિસ્નોઇ સમાજના લોકો પશુઓની હત્યા કોઇ પણ સંજોગોમાં થવા દેતા નથી. બિકાનેરના તાલવાના મહંતને દિના નામની વ્યક્તિ પર શંકા જતાં તેની પાસેથી તેમણે ઘેટું લઇ લીધું હતું. 2001માં બાબુ નામની વ્યક્તિએ એક મરઘી મારી તો તેને સમુદાયમાંથી બહાર કાઢી દીધી હતી.આ નિર્ણય બિસ્નોઇ પંચાયતે કર્યો હતો.
સમાજની કોઇ વ્યક્તિ લીલા(જીવંત) ઝાડની ડાળી કાપી ના શકે. સમાજના જે ભાઇ-બહેનોએ ખિજડા કે અન્ય વૃક્ષો કાપ્યાં હતાં તેમણે આત્મસમર્પણ કરવું પડ્યું હોવાના દાખલા આ સમાજમાં જોવા મળ્યા છે. 1909માં કસાઇઓને એવો આદેશ અપાયો હતો કે તેઓ બકરો લઇને ગામમાંથી પસાર ના થાય.

363 બિશ્નોઈ શહીદ:

વાત 1730ની છે. જોધપુરના તત્કાલીન મહારાજા અભયસિંહને લાકડાંની જરૂર પડી. ખેજડલી ગામમાં ગીચ વૃક્ષો હતાં. દિવાન અને સૈનિકો ત્યાં વૃક્ષો કાપવા ગયા. 84 ગામના બિશ્નોઈની મહાપંચાયત મળી. નિર્ણય કરાયો કે જ્યાં સુધી આપણામાં પ્રાણ છે ત્યાં સુધી લડીશું અને વૃક્ષો બચાવીશું. મા અમૃતાદેવી એ નેતૃત્વ લીધું. આ સમુદાયના લોકો વૃક્ષોને ચોંટી ગયા. 60 ગામનો, 64 ગોત્રોના, 217 પરિવારના, 294 પુરુષો અને 69 મહિલાઓ સહિત 363 વ્યક્તિઓ વૃક્ષ બચાવવા શહીદ થયાં હતાં.
આ ઘટનાના 250 વર્ષ પછી  1978માં શહીદોની સ્મૃતિમાં મેળો ભરાયો. ભારતમાં હજારો-લાખો મેળા ભરાય છે, પણ પર્યાવરણ મેળો તો આ એક માત્ર છે. મેળામાં પર્યાવરણને લાગતી અનેક પ્રવૃતિ યોજાય છે. પ્રકૃતિ અને પશુઓ માટે શહીદ થનારી આ સમુદાય સામે હરણનો શિકાર પડદા પરનો હીરો સલમાન કેવો મોટો વિલન લાગે?
જે સમુદાય વૃક્ષ માટે પ્રાણ આપી દે એ સમુદાય શિકારીને સજા કરાવવા પોતાનાથી થાય તે બધું જ કરે.હજુ કેસ ચાલશે.પણ,ન્યાયતંત્રની વાત કરનાર મીડિયા અને આપણે સૌએ બિશ્નોઈ સમાજ ને આ માટે સહયોગ કરવો રહયો.


@#@
સલમાન ને સજા થાય કે હાઇકોર્ટ તેને નિર્દોષ છોડશે. તોય કેસ હજુ કેટલાક વર્ષ ચાલશે.આ માટે આપણે રાહ જોઈશું.આજે જે નિર્દોષ છે એ કાલે દોષિત ન પણ ઠરે.
જોઈએ...
#we can...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી