કૌશલ્ય અને બાળકો

બાળકોમાં વિશ્વાસ રાખવો.
બાળકોમાં અનેક કૌશલ્ય હોય છે.આ કૌશલ્ય શોધવા જવાની જરૂર નથી.બાળક ને એનું ગમતું કામ કરવા દેવાથી એના વિશેષ કૌશલ્ય અંગે જાણી શકાય છે.
આવી જનાએક વાત કેટલાક વર્ષો પહેલા લખાઈ હતી.આજે એને ટૂંકમાં જોઈ લઈએ.
વાત છે પાલનપુરની...
અહીં રેલવે સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મચારીની દીકરી હંસા.કોઈ કારણસર તેના હાથની આંગળીઓ  રેલવે એન્જીન નીચે આવી ગઇ.હંસના હાથની આંગળી કપાઈ ગઇ.હંસા મોટી થતાં તે શાળામાં દાખલ થઈ.અહીં એણે પગેથી લખવાનું શરૂ કર્યું.સમય જતાં તેણે બે હાથના કાંડાની મદદથી લખવાનું શરૂ કર્યું.એના અક્ષર એટલા સરસ કે સૌને નવાઈ લાગે.એક દિવસ એવો આવ્યો કે હંસાને સુંદર અક્ષર માટે રાષ્ટ્રીય પુરસ્કાર રાપ્ત થયો.આજનું આ પોસ્ટર અને હંસાની વાત આપણે ગમી હોય તો શેર કરશો.

@#@
જીવન એટલે સમસ્યા.
સમસ્યા સામે સાહસ એટલે સફળતા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર