બચપણ...
કાંતો પાછી સમજણ આપ,
કાંતો પાછું બચપણ આપ.
કહેવાય છે કે બાળકના જીવનના શરૂઆતના પાંચ વર્ષ દરમિયાન જે આપીએ એ આજીવન એની સાથે રહે છે.
એક વિધાન એવું છે કે જો બાળપણમાં બાલકથા નહીં મળે તો ઘડપણમાં હરિકથા નહીં મળે.વાત પણ સાચી.બાળપણમાં જો બાળવાર્તા કે બાલકથા ન મળી હોય તો જીવન ઘડતર શક્ય નથી.સંસ્કાર ઘડતર માટે બાળપણનું ઘડતર ખૂબ જરૂરી છે.આ માટે જ બાલકથાઓ એક માત્ર રસ્તો છે.પંચતંત્ર...ઇસપની વાતો,મુલ્લા નસરુદ્દીન,અરેબિયન નાઈટ્સ કે એવી બધી જ વાર્તાઓ જીવન ઘડતર માટે છે.
મોરારીબાપુ કહે છે કે જીવનમાં સુખી થવા માટે બાળક બનવું જરૂરી છે.બાળક બનવા માટે મોટપ ઓછી કરીએ.આપણે બાળકનું ઘડતર કરવા માટે નિયમો બનાવીએ એ વાત ખોટી.યોગ્ય ઘડતર માટે જરૂરી છે બાલકથાઓ.આ કથાઓ આજના જમાનામાં ઓનલાઈન પણ છે જ.
તો આજના બાળકો ને બાલકથા આપીએ અને તેમને જીવનના અંતિમ સમયે હરિકથાનું આયોજન કરીએ.
@#@
બાળક ને બચાવવા નહીં,બાળકને વિકસાવવા માટે બાલકથાઓ જરૂરી છે.આપણે બાળક હતા જ.તો કોઈ ને મોટા થતાં અટકાવવાનો બદલે હાલ એનો અધિકાર આપીએ.
Comments