વિશ્વાસ...

આ શબ્દ ને નિભાવવામાં અનેક વર્ષો જાય છે.પણ તેને ગુમાવવામાં સેકન્ડ પણ લાગતી નથી.બંને તરફી એક સમાન જવાબદારી હોય તો જ વિશ્વાસ ટકે. કોઈએ સરસ કહ્યું છે કે જીવનનો દોરો ગૂંચવાય ત્યારે સામેથી તુંય મદદ કરજે.કારણ સામેનો એક છેડો તારા હાથમાં હશે.જીવન એમ જ પસાર થાય એ કરતાં વિશ્વાસ સાથે પસાર થાય તો જીવવાની મજા આવે.આખી દુનિયામાં વિશ્વાસ જ એક એવી સામગ્રી છે જે જીતવા માટે ઉપયોગી છે.

હું કરી શકું.
આ કામ મારાથી શક્ય છે.

આ બધાં માટે સૌથી પહેલી શરત છે વિશ્વાસ.વિશ્વાસ શબ્દ પછી સીધો જે શબ્દ છે એને કહેવાય જવાબદારી જવાબદારી હોય અને નિભાવીએ તો જ વિશ્વાસ ટકે. જવાબદારી હોય એટલે વિશ્વાસ પણ વધે જ.વગર વિશ્વાસે કોઈની જવાબદારી લેવીય નકામી છે.દરેકની જવાબદારી આપણી ભલે ન હોય.જેની જવાબદારી આપણી હોય ત્યાં વિશ્વાસ એટલો જ જરૂરી છે.

@#@
વિશ્વાસ...જવાબદારી...અધિકાર અને આત્મસન્માન.આ બધા એવા શબ્દો છે કે જેનો અર્થ નહિ સમજાય તો ચાલશે.પણ,આવી પડે ત્યારે એમાં ખરા ઉતરાય તો જ ખરું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી