એક નવું સૂત્ર..

આજે ગાંધીઆશ્રમ જવાનું થયું.એક મિત્રએ અનોખું કામ કર્યું હતું.આજે એમના એ કાર્યનો વિરામ દિવસ કહી શકાય.ગાંધી બાપુએ સાબરમતીથી દાંડી સુધી યાત્રા કરી હતી.મારા મિત્ર જન્મથી બાપુ.એમણે દાંડી થી સાબરમતી ઊંઘી યાત્રા કરી.આજે તેઓ આવવાના હતા.હું તેમને મળવા ગયો.ખૂબજ ભાવથી તેમણે આ યાત્રા કરી.મારે મન ખુશી એ વાતે કે તેમણે વિધિ (મહારાષ્ટ્ર) ની દીકરીએ બનાવેલ કાગળની 1800 પેન ખરીદી અને આ યાત્રા દરમિયાન આપી.અમારી શોધેલી દીકરીની પેન દાંડીથી સાબરમતી સુધી સારા કામમાં વપરાઈ.
@...
હવે બીજી વાત...
બાપુના આશ્રમમાં બાપુ આવ્યા.
અમે ગાંધી આશ્રમના મુખ્ય કેંન્દ્ર બાપુના ચરખા પાસે ગયા.અહીં બાપુ અને કસ્તુરબાની રહેવાની જગ્યા છે.બાપુએ સાબરમતી આશ્રમ છોડતાં કીધું હતું કે સ્વરાજ્ય લીધા વગર અહીં પરત નહીં ફરું.આ દિવસ એમનો આ સાબરમતી આશ્રમ ખાતે છેલ્લો દિવસ.
બધું જોઈ ચર્ચા કરી.નામ પાકું યાદ નથી પણ કદાચ હેતલબેન આ આશ્રમમાં ગાઈડ તરીકે જવાબદારી નિભાવે છે.એ ચરખો ચલાવવાની અહીં સમજ આપે છે.તેમણે વાત વાતમાં એક સરસ સમજ આપી. બાજુમાં બેઠેલ બેને પૂછ્યું 'ચરખો ચલાવવાનું આવડતાં કેટલો સમય લાગે?!'આ સવાલ સાંભળી હેતલબેને કહ્યું 'બે કલાકની તાલીમ અને એક અઠવાડિયાની પ્રેક્ટિસ પછી આવડી જાય.એમનું આ સૂત્ર મને ખુબ ગમ્યું.વાત પાછી એમ બની કે એમણે આ વાત હિન્દીમાં કીધી.મને એમ કે તેઓ હિન્દી જ જાણતાં હશે.મેં થોડીવાર હિન્દીમાં વાત કરી.પછી ખબર પડી કે વધારે પડતાં લોકો સાથે ગાઈડ તરીકે હિન્દીમાં વાત કરવી પડતી હોય તે હિન્દી બોલે છે.આ બેન અને તેમનું સૂત્ર જાને કાયમ યાદ રાખવા જેવું લાગ્યું.

@#@
જીવનમાં દરેક બાબતે સંતોષ ન હોય.કોઈ વાતે ઉણપ વર્તાય તે જરૂરી છે.જો એવું ન થાય તો...નવું કરવાનું સુજે જ નહીં.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર