શબ્દ અને સોચ્...
આજે આપણે એવી વાત કરીશું. જે અંગે આપણે સૌ જાણીએ જ છીએ.આ વાત એટલે આપણા થી બોલાયેલ શબ્દો કે આપણાં વિચારો.
ક્યારેક શબ્દો આપણાં હાથમાં હોતા નથી.ક્યારેક શબ્દો આપણાથી અજાણતાં કે કોઈ પરિસ્થિતિ ને આધારે બોલાઈ જાય છે.આ શબ્દો માટે કહેવાય છે કે એક વખત જીભથી બોલાયેલ શબ્દો કાયમ સામે મળે છે.ક્યારેક બોલાયેલું આપણે સમજી શક્યા ન હોઈએ કે ગુસ્સામાં બોલાય ત્યારે, તે પછી શબ્દનો અર્થ સમજાય છે.કદાચ એવે વખતે મોડું થઈ ગયું હોય છે.
હાથમાંથી છુટેલ વસ્તુ અને જીભમાંથી નીકળેલ શબ્દ કાયમ આપણ ને નીચે તરફ ધકેલે છે.સારું જ બોલવું.સાચું જ બોલવું એના કરતાં વિચારી ને બોલવું એ જરૂરી છે.આવું બોલાયેલું ક્યારેક આપણ ને દૂર લઈ જાય છે.દૂર કરી જાય છે.
આવું જ દૂર થવાનું બીજું કારણ એટલે આપણાં વિચારો.જેને હિન્દીમાં સોચ કહેવાય છે.આ સોચ્ એટલે વિચારો.નકારાત્મક વિચારો.જ્યારે આપણાં જીવનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે આપણ ને એ જ વિચાર સાચો લાગે છે.જો કોઈ એક વિચાર આપણાં મનમાં આવે એટલે એ ખોટો જ હોય એવું માનવાને કારણ નથી.હા...આ વિચાર અંગે વિચારવું જ પડે.જો ન વિચારીએ તો આપણ ને અસંતોષ થતો હોય છે.આ માટે એક જ રસ્તો છે.આ રસ્તો એટલે એ કે આ વિચાર અંગેની સ્પષ્ટતા કરવી પડે.આ સ્પષ્ટતા વખતે ન બોલી શકાય કે દુઃખ ન થાય એ જરૂરી છે.આ વખતે કેટલાક શબ્દો ને ટાળી ને સ્પષ્ટતા કરી શકાય.
આમ એ નક્કી કે શબ્દો અને વિચારો જો હકારાત્મક હોય તો ખૂબ સારું પરિણામ મળે છે.જ્યારે જો એ નકારાત્મક હોય તો એને લીધે અંતર વધે છે.આ માટે કોઈ ગાઈડ લાઈન નથી. હા,જાતે જ એમ સુધારો લાવવો જરૂરી છે.આ જરૂરિયાત આપણાં માટે નહીં,ભવિષ્ય માટે છે.
થોડા દિવસ પહેલાની વાત છે.મારા એક મિત્રથી મારા માટે કશુંક બોલાઈ ગયું.એમને એમ કે હવે મારુ આવી બન્યું.એમને અને મને એ વાતનો ખૂબ જ વસવસો હતો.મારે માટે બોલાયેલ એ શબ્દો એ મને ડિસ્ટર્બ કરી મુક્યો.જે મારા માટે બોલાયું હતું તેનો જવાબ હું આપી શક્યો હોત.પણ,સામેની વ્યક્તિનું મારા જીવનમાં મહત્વ હતું જ.બસ..એમ ને ક્યારેય આ વાતનું દુઃખ ન વર્તાય અને ફરીથી તે નોર્મલ રીતે જ સાથે રહી શકે એ રીતે વર્તન કર્યું. જીવન અને સબંધ ને જાળવવા મારે એ શબ્દો પકડી રાખવા જરૂરી ન હતા. એ મારો વિચાર હતો.મારી જીવન શૈલી કે વિચારધારા હતી.મારા આ વર્તને આજે મને ફરીથી એમની સાથે નોર્મલ વ્યવહાર કરતો કર્યો.
આપણે જીવનમાં એટલે જ શબ્દો અને વિચાર ને કન્ટ્રોલ રાખીએ તો અનેક સમસ્યાઓથી દૂર થઈ શકાય અને શાંતિથી જીવી શકાય છે.
@#@
માફી માગવી કે માફ કરવું.
જીવન ને એમ જ સુખી કરવું.
मेने इस तरह से मेरी जिंदगी को आसान करदिया,
किसी से माफी मांगी,किसीको माफ करदिया।
Comments