આજ અને કાલ


આજે આજ છે.કાલે કાલ હશે.આજે ભલે દુઃખ હોય,કાલે સુખ હશે જ હશે.આજે ભલે સુખ છે.કાલે દુઃખ આવશે જ.આપણે કાયમ આવતી કાલની ફિકર કરીએ છીએ.આજે જે આજ છે,એ એ જ કાલ છે જેની આપણે ગઈ કાલે ચિંતા કરતા હતા.
જ્યારે વ્યક્તિ દુઃખમાં હોય ત્યારે તે આવતી કાલના સુખ માટે મથામણ કરે છે.આવતી કાલ માટે ચિંતા કરે છે.એ ચિંતા એ હોય કે આજની ચિંતા આવતી કાલે દૂર થશે કે નહીં.
આજે જે દુઃખી છે એ આવતી કાલના સુખ માટે ચિંતા કરે છે.આજનું આ પોસ્ટર આપણાં માટે છે.સૌને સરખું લાગુપડે છે.આપણે જ્યારે આજે જીવતા હોઈએ છીએ ત્યારે કાલની ચિંતા કરીએ છીએ.આ ચિંતા દૂર  કરવી જરૂરી થઈ પડે છે. કેટલીક  વ્યક્તિ આજના દુઃખ ને દૂર કરવા કે આજના સુખ ને ટકાવી રાખવા સતત પ્રયત્ન કરે છે.
આજે જે આજ છે.
કાલે તે ગઈ કાલ હતી.
આજે જે આજ છે.
આવતી કાલે આજ હશે.આજે જે આજ છે એટલે જ આજે એ આવતી કાલ કહેવાય છે.કોણ રોજ આવે છે તો આજ રોજ આવે છે.આ એ જ આજ છે જેને આપણે ગઈ કાલે યાદ કરતા હતા.


@#@
આજ ને આજની જેમ જુઓ.
અકબર બીરબલ ની વાર્તામાં આવે છે એમ એમ 'यह वख्त गुजर जाएगा' સારો કે ખરાબ સમય આજે છે.કાલે બદલાશે એજ જીવન.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી