ગરમી સામે

ગરમી ચાલું થઈ.
હવે તો બધી જ બાજુથી ગરમી પડે.આકાશ જાણે અગન વરસાવે.દર વર્ષની જેમ આ વર્ષે પણ એપ્રિલ મહિનાની તારીખ એક આવી ને શાળાનો સમય સવારનો થઈ ગયો.આજે સવારની શાળાઓ છે.ખાનગી શાળાઓ તો કાયમ બે પાળીમાં ચાલે છે.સવારે ગરમી સરકારી શાળાના બાળકો ને જ લાગે.ખાનગી શાળાના બાળકો મોટે ભાગે શહેરમાં હોય.શહેરમાં પ્રદુષણ વધારે હોય ગરમી વધારે લાગે.હશે...આપણે વાત એ નથી કરવી.વાત કરવી છે.આ શાળાના સમયની.
સવારની શાળા માટે કહેવાય કે ગરમીનપડે એટલવા બાળકો હેરાન ન થાય.અહીં વાત થોડી અલગથી વિચાર માગે એવી છે.બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં એક પત્રકાર. એમનું કામ BK ન્યૂઝ પેપર સાથે જોડાયેલ છે.આ દૈનિક પત્ર બનાસકાંઠા જિલ્લાથી પ્રકાશિત થાય છે.અમીરગઢ ના આ દૈનિક પત્રના પ્રતિનિધિ ઇમરાન.ઇમરાન ફિલ્ડમાં હતા.શાળાના બાળકો ને શાળામાંથી બપોરે ઘરે જવા માટેનો સમય હશે.સવારે ઠંડકમાં બાળકો આવી જાય.બપોરે શાળા છૂટ્યા પછી તો  ગરમીમાં જવું પડે ને! બપીરે ગરમી પડે એટલે પગમાં બળાય. ચાલી ન શકાય.ગરમી જાને ચામડી બાળી નાખે.આ માટે ત્યાંના બાળકો એ એક સરસ વિચાર અમલી બનાવ્યો.પગમાં પ્લાસ્ટિકની થેલી ને દોરી વડે બંધાવી.આમ બાંધી લેવાથી પગમાં બળાય નહીં,શાંતિથી ચકી ને ઘરે જવાય.
બસ...
આ તો વ્યવસ્થા કરી.
શું બાળકો ને મળતા આર્થિક લાભને આ ચંપલ માટેની વ્યવસ્થા સાથે જોડી શકાય.ટ્રાયબલ બ્લોક ને આવી કોઈ વિશેષ સહાય મળી શકે.શું શાળા સુધી પહોંચાડ્યા પછી ઘરે પહોંચાડવામાં મદદ ન કરી શકાય?
જો અને તો ની વાત છે.
છતાં એ નક્કી કે કોઈ તો આ માટે વિચારશે.


@#@
એક છોકરાએ ચંપલ એકઠા કરવાનું વિચાર્યું.એક જ દિવસમાં 100 જોડ ચંપલ એકઠા કર્યા.જો કોઈ વ્યવસ્થિત આયોજન કરે તો આવા અનેક બાળકો સુધી ન પહોંચી શકાય?એક વિચાર...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર