સફળથવા માટે....
કામયાબ થવું દરેકને ગમે.
કોઈ ને કામયાબી એટલે કે સફળતા આમ જ મળે.કોઈ ને વારસામાં તો જોઈ ને સ્વ બળે આ સફળતા મળે.
સાગળતા મેળવવા માટે કેટલું કરવું પડે.કોઈ એક વ્યક્તિ સતત મથે,મજૂરી કરે,ઉભહો થાય,પછડાય પાછો આયોજન કરે.વિચારે અમલ કરે,મહેનત કરે પાછો ઊભો થાય.ત્યારે ક્યાંક જાહેરમાં કોઈ વાત કરે ને કે 'નસીબદાર...'અરે...નસીબદાર તો અનિલ અંબાણી છે.મુકેશ અંબાણી ને તો આજેય મહેનત કરવી પડે છે.અમિતાભ બચ્ચન આજે તેલ થી ક્રીમ સુધીની સામગ્રી વેચે છે.અભિષેકની ફિલ્મની ટિકિટ કોઈ લેનાર નથી.આવા તો અનેક ઉદાહરણ આપણી આસપાસ જોવા મળે છે.દારાસિંગ મહેનત કરી ને દુનિયામાં નામ કમાયું.એના દીકરા ને આજે સૌ એક નામચીન બાપના દીકરા તરીકે ઓળખે છે.પ્રમોદ મહાજન નો દીકરો રાહુલ મહાજન.નસીબદાર રાહુલ મહાજન છે.આવા અનેક નસીબદાર આપણે જોઈએ છીએ.આપણી આસપાસ આવા અનેક નસીબના બળિયા જોવા મળે છે.કેટલાક તો એવા કે માનવામાં ન આવે.આવું જ એક નામ છે નરેન્દ્ર હિરવાણી. સ્પિનર તરીકે એક જ મેચમાં 10 વિકેટ લેવાનો વિશ્વ કીર્તિમાં કર્યા પછી ક્યાંય ન દેખાયા.વિનોદ કામ્બલી અને સચિન તેંડુલકર બન્નેના ગુરુ કે કોચ એક.રામકાંત આચરેકર ના બંને ચેલાઓ એ વિશ્વ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો.વિશ્વની સૌથી મોટી ભાગીદારી કરનાર આ બન્ને મિત્રો એક જ સમયે ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યા.આજે સચિન વિશ્વમાં ઓળખાય છે.કામ્બલી ઓળખાય પણ બીજી...ત્રીજી રીતે.સચિન આગળ ભારત રત્ન લખાય છે.એવું કામ્બલી ને નથી.
કારણ...
આ બધી જ વાત માટે એક વાત કહું કે કારણ એ કે આ અસફળ થનાર ને વચ્ચે છાંયડો આવી ગયો હતો.આ છોયડામાં તે આરામ કરવા ગયા.સુઈ ગયા.એટલે જ કહેવાય ને કે...સફળ થવા માટે સતત સામે પ્રશ્નો આવે તે જરૂરી છે.અગર છાંયડો આવશે તો કદાચ પરિણામ આ ન હોઈ શકે.
@#@
સફળતા માટે મથવું પડે.
મથવા માટે વિચારવું જ પડે.
આ વિચારવા માટે જાણવુંય પડે.
જાણેલું હોય તો આપણ ને નહીં તો કોઈને કામ લાગશે જ.
Comments