સ્ટેટ્સ કે સેવા...
માનવતા પદ થી વધારે છે. હું સ્ટેટ્સ માટે પદ શબ્દ વાપરું છું.પોસ્ટર સ્વયં સ્પષ્ટ છે.કદાચ અંગ્રેજીમાં લખેલું વાક્ય ન હોય તોય સમજાઈ જાય એવું છે.શુંઆપણે આ રીતે જીવી શકીએ.ક્યારેય આપણી આસપાસનાનો આપણે વિચાર કરીએ છીએ? જો હા...તો અભિનંદન અને ના તો એવું વિચારજો.
મારી સાથે એક ભાઈ કામ કરે.ખૂબ જ સરળ.એ કશું વિચારે કે લખે તો મને સંભળાવે.મને શેર કરે જ.સહજ હોવાથી તે બીજાને અસહજ કે અમાન્ય માની જ ન શકે.એ બીજાને મદદ કરે.એમને કોઈ મદદ કરે એવું તે ન સ્વીકારે.એય માનવતા નથી.આપ કોઈ ને મદદ કરો,સહયોગ કરો કે સેવા આપો એ સામેની વ્યક્તિ ન સ્વીકારે તો!? એવી જ દશા તમે કોઈની સેવા ન લો ત્યારે સામેના ને થાય.
આપણી આસપાસ સતત ખોટા અનુભવો આપણ ને ક્યારેક સારું કામ કરતાં રોકે છે.આ વખતે કોઈના અનુભવ ને બદલે જાતે યોગ્ય સમયે યોગ્ય વર્તન કરી લેવું.ક્યાંય નાના કામ ને કે નાની સેવાને ઓછી ન માનવી.આપનું બીજા માટે કરેલું કામ ચોક્કસ ક્યાંકતો સારી રીતે નોંધાશે.
@#@
સ્ટેટ્સ ને લીધે આખો દિવસ જે કડક કડક ફરે છે.તે સાંજ પડતાં પહેલાં થાકી જાય છે.
Comments