ગુણધર્મ અને ગુણોત્સવ...

કર્મ કરેજા.
ફળની  ચિંતા ન કરો.
ભગવાન આપે જ છે.ભગવાન આપશે જ.આવી જ એક વાત આજે યાદ આવી.આ વિગત ને ત્રણ તબક્કામાં જોઈએ.
#
આજથી 10 વર્ષ પહેલાંની વાત છે.રાજ્યસરકારે ગુણોત્સવ જાહેર કર્યો.મને યાદ છે,વેકેશનમાં પણ શાળાઓ શરૂ થઈ ગઈ હતી.એકાદ સપ્તાહ કર્મ કરી પરિણામ માટે પ્રયત્ન થયા. શાળાઓ અને શિક્ષકો સજ્જ અને ચોખ્ખા થયા. પરિણામ આવ્યું.ગુણોત્સવ તો ગુણોની ચકાસણી માટે છે. ગુણવતા માટે સરકાર બધું જ કરી છૂટવા તૈયાર છે.
#
બે ચાર વર્ષ પછી ત્રીજો કે ચોથો ગુણોત્સવ હશે.કોઈ માહોલ નહીં.જાણે શાળામાં કોઈ દાતા ગરીબ બાળકો ને દાન આપવા આવવાના હોય તેવી બાહરની તૈયારીઓ.ન વેકેશનની કે રજામાં શાળા ચાલું રાખવાની વાત હવે મજાક બની ગઈ.
 રોજ કામ થતું હોય તો રજાઓમાં ખાસ કોઈ આયોજન માટે શાળા સંચાલન કેમ પડે કે ગુણોત્સવનું પરિણામ સારું આવે.
#
શાળાઓ માટે આ ગુણોત્સવ ઓચિંતો અને કદાચ રસવગર નો જણાય છે.ગયા વર્ષે સૌએ કેવો ગુણોત્સવ કર્યો તે ધ્યાનમાં છે.આ વખતે તો કોઈ બાજુ ગુણોત્સવ જેવું દેખાતું નથી.કદાચ માર્ચ એન્ડીગની અસર હોઈ શકે.આ વખતે ગુણોત્સવ પહેલા NAS નો અનુભવ પણ ગુજરાત રાજ્યના શિક્ષકોને થયો છે.પરિણામ પણ 60% માં થોડાક પોઇન્ટ ઓછું છે.જે ખૂબ સારું કહી શકાય.આ વખતે ગુણોત્સવ છે.હજુ એનો માહોલ જોવા મળતો નથી.અનેક કારણો હોઈ શકે.ગુણવત્તા લક્ષી શિક્ષણ માટે ગુજરાત પેટન અન્ય રાજ્યોમાં પોતાના નામે ગુણોત્સવ કરે જ છે.આપણે પણ આ કામ ને યોગ્ય રીતે આગળ ધપાવીએ.

ગુણોત્સવ વખતે બધું જ સારું દેખાય છે.કેટલીક શાળાઓ તો કાયમી સરસ છે જ.શાળામાં શિક્ષક કામ કરે અને તેના સારા પાસાને બિરદાવી શકાય તે માટે આ આયોજન સરકારશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું.આજે કદાચ શિક્ષકો એને ગંભીર ન લે તેવું બને છે.આ માટેના કારણો કે તેને લગત આયોજનમાં ફેરફાર કરી શકાય તો હજુ શક્યતાઓ છે જ.

@#@
માત્ર ક્રિયાકર્મ કરવાથી પરિણામ મળતું હોય તો...લક્ષ્મી નારાયણ મંદિરનો પૂજારી 5000 માં નોકરી ન કરે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી