બાળપણ...


દરેક ને પોતાનું બાળપણ યાદ આવે.દરેક ને પોતાનું બાળપણ ગમે જ.કેટલાંય એવા બાળકો જોયા છે.આ બાળકો ને બાળપણ એટલે શું એની સમજ પણ પડતી નથી.આવું જીવન જીવનાર પાછા કાયમ માટે સમાજ સેવાનું જ કામ કરતાં જોવા મળે છે.આ કામ એટલે પ્લાસ્ટિક વીણવાનું,સફાઈ કે કોઈ જગ્યાએ મજૂરી કે બાળ મજૂરીનું કામ કરતાં જોવા મળે.આ માટે જવાબદાર કોણ એ નક્કી કરનાર હું કે આપ નથી.એ નક્કી કે એવું ન થવું જોઈએ.આ માટે આપણે શું કરી શકીએ.આ વાત માટે આપણે આપણી જાત ને જ પૂછવું પડે.
આજના પોસ્ટરમાં દેખાતાં બાળકો શું કાયમ આ જ કામ કરશે. આ બાળકો તો આ દિવસો સાંભરે તો સારું.કારણ આ સંભાળશે એનો અર્થ એ કે એ આજની સ્થિતિ કરતાં સારી રીતે જીવન જીવતાં હશે.મુંબઈમાં પ્લાસ્ટિક વિણનાર કે ભીખમાંગતા બાળકો કોડે બે દિવસ કામ કરવાની તક મળી છે.આ તક મળી ત્યારે સિદ્ધુ સમજાયું કે આપણા બાળકો કરતા આવાં બાળકો જોડે વિશેષ અનુભવ હોય છે.એમની સાથે આપણે કોઈપણ વિષયમાં ચર્ચા કરી શકીએ.શર્ત એટલી કે ચોપડીમાં હોય તેવી વાત ન પૂછવી. પછી તો એમનેય મજા.અમનેય મજા.એક યાદગાર દિવસો હતા.

@#@
મહંમદ કુરેશી નામનો છોકરો આખું ટેપ બનાવી શકતો હતો.હા,સ્પીકરમાં લોહચુંબક આવે તેની તેને ખબર ન હતી.છતાંય એ રોજ 300 થી 500 રૂપિયા કમાઈ શકતો હતો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી