1 એપ્રિલ મૂર્ખ દિવસ:આયોજન દિવસ

આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે.આપને જાણવાની આપને મજા આવશે. 
આજ પહેલાં પણ આપણે કેલેન્ડરકી કહાની ને નામે આવી વિગતો જોઈ છે.રાજકોટ થી શ્રી શૈલેષભાઇ રંગપરિયા એ એક વાત મૂકી છે.એ આધારભૂત ઘટના ને આધારે આ વિગત એમણે શેર કરી અને હું આપને મોકલું છું.

મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે. 

ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો.એક કેલેન્ડર એવુંય હતું કે તેમાં ફેબ્રુઆરી મહિનો છેલ્લો હતો.365 ન થાય તો 29 અને થાય તો 28 દિવસ થતા.આ વખતે કોઈ ને એવું ધ્યાનમાં આવ્યું કે આવું દર ચસર વર્ષ પછી જ થાય છે.એ પછી કેટલાય વર્ષો ગયાં. છેવટે  1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યુ જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે. 

હવે આ નવુ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ એ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગેરીયન કેલેન્ડર કરતા 11 દિવસ લાંબુ હતુ આથી ઇંગ્લેન્ડના રાજાએ ઓર્ડર કરીને 11 દિવસ રદ કર્યા અને 2જી તારીખ પછી સીધી જ 14મી તારીખ આવી. 1752ના સપ્ટેમ્બર મહીનામાં બધાએ 11 દિવસ ઓછુ કામ કર્યુ અને તો પણ બધાને પુરા મહીના માટે પગાર ચૂકવવામાં આવેલો હતો. આજે પણ એ જ રીતે આપણ ને 12 રજાઓ કર્મચારી તરીકે અધિકૃત રીતે આપવામાં આવે છે.11 દિવસ કામ કર્યા વગર પગાર.એક દિવસ જે સીધો ગણ્યો આમ 12 દિવસ નોકરી ન કરો તોય પગાર મળે.બસ,એ પછી અંગ્રેજોએ આ વાતને જાળવી રાખી અને નવું કેલેન્ડર વિશ્વમાં માન્યતા પામ્યું.આ એ જમાનાની વાત છે કે જ્યારે આખી દુનિયામાં અંગ્રેજોનું શાશન હતું.

ગ્રેગેરીયન કેલેન્ડર પ્રમાણે વર્ષનો પ્રથમ મહીનો જાન્યુઆરીથી શરુ થતો હતો આથી નવા વર્ષની ઉજવણી 1લી જાન્યુઆરીના રોજ શરુ કરી. પ્રજા તો રોમન જુલીયન કેલેન્ડર પ્રમાણે 1લી એપ્રિલને જ નવા વર્ષ તરીકે ઉજવવા ટેવાયેલી હતી એટલે ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવા છતા પ્રજાએ 1લી એપ્રિલને જ નવા વર્ષ તરીકે ઉજવવાનું ચાલુ રાખ્યુ.જુના રોમન જુલીયન કેલેન્ડરમાં નવાવર્ષનો પ્રારંભ એપ્રિલથી થતો આથી 1લી એપ્રિલને નવા વર્ષનો પ્રથમ દિવસ ગણવામાં આવતો.

રાજાને લાગ્યુ કે જો આમ જ ચાલતુ રહેશે તો નવા ગ્રેગેરીયન કેલેન્ડરનો કોઇ અર્થ નહી રહે આથી એમણે એક ખાસ આદેશ બહાર પાડ્યો અને જે માણસ 1લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવે એને " FOOL" ( મૂરખ) નો ખીતાબ આપવાનો શરુ કર્યો એટલે લોકો 1લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવવાનું ભૂલી ગયા. બસ ત્યારથી 1લી એપ્રિલને FOOL's DAY અર્થાત મૂરખાઓના દિવસ તરીકે ઓળખવામાં આવે છે.

@#@
કશું જ કારણ ન હોય.
કોઈ જ અગવડ ન હોય.
છતાં આપણું માણસ આપણાથી વાત ન કરે એ જ મારે મન જાણે હું 'એપ્રિલ ફૂલ' ઉજવતો લાગું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી