राजू सोलंकी


એક છોકરો.
પાંચમા ધોરણમાં ભણે છે.
કદાચ એને શાળામાં જવાનું ગમતું નથી.
તે આજે શાળામાં ગયો નથી.અમે એને અંબાજી થી દાંતા વચ્ચે મળ્યા.એ વખતે એ છોકરો કેસૂડાના ફૂલ લઈ ઊભો હતો.અમારે એ ફૂલ જોઈતાં હતાં.એની સાથે વાત કરી.ખૂબ જ આત્મવિશ્વાસ સાથે એ વાત કરતો હતો.મેન એને કેસૂડાના ઉઓયોગ વિશે પૂછ્યું.એક શિક્ષક કરતા સરળ રીતે એણે આખી વાત સમજાવી. અમે ગાડીમાં ચાર વ્યક્તિ હતા. રાજુ અમને બધાંના સવાલ સાંભળી એક પછી એક જવાબ આપતો હતો.મેં એને કેસૂડાનું કોઈ ગીત ગાવા વિનંતી કરી. એણે ન ગાયું.મેં ગાયું 'કેસૂડાની કળીએ બેસી,ફાગણિયો લહેરાયો' મેં એટલુંજ ગાયું ને રાજુ કહે 'આ તો મને આવડે છે.'
મારા સાથી અને પર્યાવરણ વિષયના લેખક શ્રી પ્રવીણભાઈ પટેલે ચાલીસ રૂપિયાના કેસૂડાનાં ફૂલ છેવટે પચાસમાં લીધાં.
#

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી