કક્કો નહીં મૂળાક્ષરનો ક્રમ...


21 ફેબ્રુઆરી.
વિશ્વ માતૃભાષા દિવસ.
દુનિયાના તમામ દેશ આ સિવસ ને ઉજવે છે.ગુજરાતી કે ગુજરાતના નાગરિક તરીકે સૌએ એની ઉજવણી કરી.હુંય કોઈ જગ્યાએ આ કાર્યમાં જોડાયો.એક દૈનિક પેપરમાં થોડા દિવસ પહેલાં એક સમાચાર છપાયા.સમાચાર જાણે એમ કે, ગુજરાતી કક્કો બદલાયો.એનો અર્થ એવો થતો હતો કે ધોરણ એકના પાઠ્યપુસ્તકમાં કક્કો બદલાયો.આ થઈ મીડિયાની વાત.કેમ ક્રમ બદલાયો અને તેનાથી શીખવા શીખવવામાં શું ફેર પડે એ ચર્ચાનો વિષય છે.એના જવાબ પણ છે જ.

હવે આપણી વાત...

ગુજરાતી શીખવા અને શીખવવા માટે પાઠ્યપુસ્તકને માધ્યમ તરીકે રજૂ કરવામાં આવે છે.બોલનાર,છાપનાર અને વાંચનાર કોઈ ને એ ખબર નથી કે ગુજરાતમાં ક્યારેય પાઠ્યપુસ્તકમાં કક્કો ભણાવાયો જ નથી.

જુઓ...

ધોરણ એકમાં કક્કો ક્યારેય ચાલ્યો નથી.આ માટે જુના પાઠ્યપુસ્તકમાં આપેલ ક્રમ અંગે ચર્ચા કરીએ.અહીં વિવિધ વર્ષો દરમિયાન બદલાયેલા પુસ્તકમાં ક્યાં ક્રમે મૂળાક્ષર શીખવાયા હતા તે અંગેની જાણકારી આપી છે.

જુઓ...

1967:
ટ.. ન..જ..ય..
ક..થ..ભ..ચ...
ગ..મ..ત..ફ...
સ...ર...ઢ... ધ...
વ...હ...બ...ડ...
ઝ...ળ...લ...ખ...
પ...વ...દ...ઈ...
શ...ઇ...ઊ...ઉ...છ..ઠ...

1975:
જ...ચ...મ...ગ...
ન...ક...વ...લ...
ત...ર...ખ... ગ...
ર...સ...હ...બ...
છ...ય...શ...ઢ...
ઠ... ચ...અ... ભ...
ણ... ફ...ડ...ળ...
ઇ...ઘ...ઈ... ઉ...ઊ..


1980:

ન...મ...ક...ર...
જ..ગ...દ..ત..
પ...વ...ય...લ...
ખ...લ...અ... બ...
ભ...ઝ...ભ...સ...
ણ... ટ... હ...ધ...
ઇ...ઉ...ફ...થ...
ઇ..શ...ઠ... ઊ...દ...

2000

ગ...મ...ન..જ..
વ...ર..સ...દ...
ક...બ..અ... છ...
પ...ડ... ત...ણ... 
લ...ટ... ચ...ખ...
ઝ..હ...ઘ...ળ... ભ...ય...ધ...ફ...
ટ... ઠ... ઇ...ઈ.. શ..થ...ઉ...ઊ..


અરે...ગાંધીજી એ ચાલણ ગાડી બનાવડાવી હતી.એમાંય કક્કો ન હતો.એક માત્ર ગુજરાતના બાળકો ને માતૃભાષા શીખવવા માટે ગાંધી બાપુએ તૈયાર કરેલ આ પુસ્તક આજેય ગુજરાત વિદ્યાપીઠમાંથી ખરીદી શકાય છે.

એમ જ ટી.વી.માં સ્લોટ સાચવવા અને છાપીને જગ્યા ભરનાર કે વાંચનાર આ વિગતે અજાણ છે.કોઈ એક ચેનલે આખી વાતમાં પ્રકાશ પડ્યો.એય,માતૃભાષા દિવસે.

# Thanks etv
#Thanks Gujarat
#Thanks ગુજરાતી

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી