ભાગ્ય અને નિર્ણય

ઘડીયાળ ને એમ કે હું દુનિયા ચલાવું છું.ઘડિયાળ ને કદાચ ખબર નથી કે,દુનિયા સેલ નાખે ત્યારે જ ચાલે છે.આપણુ પણ આવું છે.ભાગ્ય આપણાં હાથમાં નથી.પણ,નિર્ણય આપણાં હાથમાં હોય છે.
ભાગ્યમાં શું લખ્યું છે એ તો લખનારને જ ખબર છે.આપણે તો માત્ર નક્કી કર્યા મુજબ જીવન જીવવાનું હોય છે.કહેવાય છે કે ભાગ્ય આપણે ન બદલી  શકે પણ આપનો કરેલો નિર્ણય આપણું ભાગ્ય ચોક્કસ બદલી શકે છે.

મેં એક નિર્ણય કર્યો છે.
એ નિર્ણય એવો છે કે એ કોઈ માની શકતું નથી.માને એવુંય નથી.છેલ્લા બે દાયકાથી કરેલું કામ છોડીએ એટલે સૌને નવાઈ લાગે જ.અહીં સવાલ એ છે કે એ કામ છોડી દીધું છે એ વાત કોઈ માનતું નથી.એમાં હું,મારું છેલ્લા 20 વર્ષનું કામ અને મારી છાપ જવાબદાર છે.નિર્ણય ભાગ્ય બદલી શકે.મારું માનવું છે કે મારો નિર્ણય મારું ભાગ્ય બદલે કે ન બદલે મારી છાપ બદલશે.આ માટે મારે જે કરવું પડે એમ હશે તે હું કરીશ અને એ મુજબ કરવાની મને આશા છે.

આશા અમર છે.
આશા રાખવી જ જોઈએ.
મે આશા રાખી ને કોઈ નિર્ણય લીધો છે.મને ભાગ્ય ન બદલાય તો વાંધો નથી,મારી છાપ બદલાય એવી આશા છે.

#हम बदलेंगे, युग बदलेगा...!

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી