એવું જ હોય...
એક અદભૂત ખગોળીય ઘટના તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૮ ના રોજ જોવા મળી.સંપૂર્ણ ચંદ્ર ગ્રહણની ઘટના જોવા મળી. આ ઘટનામાં ચંદ્રને ૩ કલાક અને ૧૯ મિનીટ માટે નભમાં જોઈ શકાશે. વિશ્વભરના અનેક ખગોળવીધો દ્વારા આ દિવસની રાહ વર્ષોથી જોવામાં આવી રહી છે. કારણકે આ ઘટના ૧૫૦ વર્ષે બાદ એક સાથે બે અદભુત ઘટનાનું નયન રમ્ય સંયોજન થયુ. જેમાં ગ્રહણની સાથે ચંદ્ર લાલશ પડતો જોવા મળ્યો.
જેને બ્લુ મુન કહેવામાં આવે છે. બ્લુ મુન એટલે એક જ કેલેન્ડર વર્ષમાં ભારતીય માસની બે પુનમ આવે તેવી ઘટના. આ દિવસે ચંદ્ર પૃથ્વીની નજીકથી પસાર થશે. જેથી તે ૧૪% મોટો અને ૩૦% વધુ તેજસ્વી દેખાશે. જેને વિશ્વમાં ‘સુપર મુન’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઘટના સાથે જ પણ બનવા જઈ રહી છે.
કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર પ્રેરિત ભાવનગર એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા તા. ૩૧ જાન્યુઆરી,૨૦૧૮ ના રોજ સાંજે ૫. ૩૦ કલાક થી ૧૦.૦૦ દરમ્યાન તખ્તેશ્વેર મંદિર ખાતેસુપરમુન અને ચંદ્રગ્રહણનો નજરો કુલ ત્રણ ટેલીસ્કોપ ઉપરાંત પ્રોજેક્ટર દ્વારા લાઈવનિહાળવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાવનગરના ખગોળરસીક જનતાને આ આદભૂત ઘટનાના નિહાળવા માટે કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગરના ચેરમેન દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલુ અને અનેકો એ તેનો લાભ લીધો હતો.
Comments