શીખવું અને શીખવવું



આધુનિક જમાનામાં સૌથી વધુ મહત્વ શિક્ષણને આપવામાં આવે છે.શિક્ષણ હવે આધુનિકતા સાથે આગળ ધપી રહ્યું છે.આજના સમયમાં શિક્ષકે આધુનિક થવાની જરૂર છે.આ આધુનિક સમયમાં ટેક્નોલોજીનો ઉપયોગ એજ આધુનિકતા નથી.આધુનિક સમય અને જરૂરિયાત સાથે શિક્ષણ કાર્ય કરવું તે આધુનિકતા છે.શિક્ષણકાર્યને શિક્ષણની વિસ્તૃત ભાષામાં અધ્યયન-અધ્યાપન કાર્ય કહેવાય છે.આજ શબ્દોને સરળ રીતે જોઈએ તો શીખવું અને શીખવવું કહી શકાય.અહીં એક મુદ્દાનું ધ્યાન રહે કે શીખવું અને શીખવવું માં એક 'વ' વધારે છે.આ વ એટલે આપણી તાલીમ,આપણો અનુભવ,આપણો વર્ગ વ્યવહાર અને આપણું જ કૌશલ્ય.

આપણે શિક્ષણ કરાવવાના આપણા ક્રમને સમજી લઈએ.આજે આટલી આધુનિકતા સાથે આપણે એજ જૂની ઢબની કેટલીક બાબતો સાથે ચાલીએ છીએ.આવી જ એક બાબત છે,દૈનિક નોંધ કે દૈનિક આયોજન.આ દૈનિક આયોજન એ વખતે શિક્ષણમાં આવ્યું જ્યારે આપણો દેશ આઝાદ થયો.તે અગાઉ આપણે મેકોલેની વ્યવસ્થા મુજબ ભણતા હતા.શિક્ષણ સાથે જોડાયેલ સંશોધક શ્રી અવનીશ યાદવ કહે છે કે 'દૈનિક આયોજન શક્ય જ નથી,કારણ વર્ગખંડમાં આવનાર પરિસ્થિતિ નક્કી નથી'.સામે બેસનાર પ્રત્યેક બાળકની શીખવાની અને સમજવાની ઝડપ જુદી જુદી હોય છે.
દૈનિક આયોજન માટેની હકીકત જુદી જ છે.
આપણો દેશ આઝાદ થયો.આપણી રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થા કે નઈ તાલીમની શરૂઆત થઈ.ત્યારે શિક્ષણ સાથે જોડાયેલ સૌને મન મહત્વ એ વાતનું હતું કે શિક્ષણકાર્ય થાય.આ પરિસ્થિતિમાં જ્યાં જે સગવડ કે સામગ્રી હતી તેની મદદ વડે શિક્ષણ કાર્ય કરવામાં આવતું.થોડો સમય આ રીતે ચાલ્યું.જ્યારે શાળાઓની ચકાસણી કે મૂલ્યાંકન કરવાની વાત આવી ત્યારે દરેક તબક્કે દરેક સંકુલ કે શાળાએ પિતાની રીતે શિક્ષગણ કાર્ય કર્યું હોવાનું જણાયું.ચકાસણી અને મૂલ્યાંકનમાં અવ્યવસ્થા થવા લાગી.1952 ના જાન્યુઆરી મહિનાથી શાળામાં રોજે રોજ થતા શિક્ષણ કાર્યને અગાઉથી નોંધી,મંજુર કરાવી શિક્ષણ કાર્ય થતું.ધીરે ધીરે આ વિગત એટલી ચીવટ વગર થવા લાગી કે આજે તો શિક્ષણકાર્ય અને આયોજન ને ખૂબ અંતર રહી જાય છે.જે સમયે આ નિયમ આવ્યો ત્યારે અભ્યાસક્રમ કે પાઠ્યક્રમ નિયત ન હતો.બધા પોતાની રીતે કાર્ય કરતા.આ વખતે મૂલ્યાંકન કરનારની સરળતા માટે એક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
આજે તો આપણી જોડે અભ્યાસક્રમ સાથે સરકાર દ્વારા પ્રકાશિત ફાળવણી પણ હોય છે.ફાળવણી ને આધારે આધુનિક સમયમાં દૈનિક આયોજનમાં પણ ફેરફાર થાય તે જરૂરી છે.
આ માટે આપણે શું કરી શકીએ. કેટલાક મિત્રોને થતું હશે કે મારે મારી આયોજન પોથી કાઈ રીતે સમૃદ્ધ બનાવવી.આ માટે આપણે કેટલીક બાબતો અંગે જોઈએ.શીખવા શીખવવા માટે આપણે જ્ઞાન(knowladge),સમજ(understanding),ઉપયોજન(aepplication) અને કૌશલ્ય(skill) ને આધારે ક્રમિક ક્રમમાં આગળ વધવું જોઈએ.શું આપણા દૈનિક આયોજનમાં આ બાબત સ્પષ્ટ જોઈ શકાય છે.આ ચાર બાબતો સાથે જોડાયેલ અન્ય ચાર વિગત એટલે પરિચય,મહાવરો,દ્રુઢીકરણ અને સુ દ્રુઢીકરણ ની પ્રક્રિયાને મહત્વ આપવું જોઈએ.આપ આપણી દૈનિક આયોજનમાં આ બાબતો ઉમેરી શકો છો.આ માટે શું કરી શકાય તે આપણા સૌની સમજ ઉપર નિર્ભર છે.
શિક્ષણ પ્રક્રિયામાં આપને મૂંઝવતા પ્રશ્નો આપ અહીં મોકલી શકો છો.આપની મૂંઝવણ ના સમાધાન માટે અમે ચોક્કસ પ્રયત્ન કરીશું.

ડૉ. ભાવેશ પંડ્યા
એજ્યુકેશન કન્સલ્ટન્ટ,
સપ્તરંગી ફાઉન્ડેશન,ગુજરાત

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી