જાદુઈ શાળા


મારી જાદુઈ શાળા.
ડૉ. અભય બંગ દ્વારા લખાયેલ આ પુસ્તકનો શ્રી અરવિંદભાઈ ગુપ્તા એ રજૂઆત કરી છે.આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ દીપ્તિ રાજુએ કર્યું છે.
શ્રી અભય બેંગ દ્વારા પોતાના શાળા જીવનના અનુભવ રજૂ કરવામાં આવેલ છે.
જો બાળકો શાળાએ જતાં હોય તો રોકવા નહિ.જો બાળકો શાળાએ જતાં ન હોય તો તેમને ધકેલવા નહીં.આવા અનેક વિચારો અને વાતો માટે આ પુસ્તક ખૂબ જ મહત્વનું છે.શિશુ મિલાપ દ્વારા પ્રકાશિત આ પુસ્તક વાંચવું આપણે ગમશે.કારણ આ પુસ્તકમાં જાદુઈ શાળા,જાનવરો સાથે પરિચય,સંતોનો મેળો,વનસ્પતિ શાસ્ત્રનું શિક્ષણ,જીવાતા જીવનનું ગણિત અને સાથોસાથ રસોઈ દ્વારા શિક્ષણ જેવા કેટલાય મુદ્દાઓ અંગે આ પુસ્તકમાં સરળ શૈલીમાં રજૂઆત કરી છે.ખેતીના પ્રયોગો,જીવંત શિક્ષણ અને શિક્ષણમાં નવીનીકરણ અંગેય સરળ ભાષામાં લખાણ લખાયું છે.
નવરચિત સ્ટેટ રિસોર્સ ગ્રુપના સૌ સભ્યોને આ પુસ્તક આજે મળ્યું છે.આપ પણ આ પુસ્તકની વાંચવા માંગતા હોય તો સંપર્ક કરશો.
#શુભમસ્તુ...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી