मेरे ...



ફિલ્મ એ મનોરંજનનું સૌથી મોટું સાધન છે.ફિલ્મ સાથે  લોકો આ અંગે કોઈ પણ બાબત માટે વિસ્તૃત વિગત આપી શકે.કેટલાય ફિલ્મ પત્રકારો કેટલીય બાબતો યોગ્ય રીતે રજૂ કરી શકે છે.
કેટલીક ફિલ્મો આજીવન ચર્ચામાં રહી.કેટલાક સંવાદ લોકજીભે આજે કહેવતની જેમ બોલાય છે.કેટલાક ગીતો કે પંક્તિઓ પણ આપણ ને કાયમ બોલવી કે ગાવી ગમે છે.આ એવી કલા છે જેને માટે વિશારદ થવું જરૂરી નથી.
આજકાલ આવું જ એક ગીત ચાલે છે.આપે સાંભળ્યું જ હશે.આપણે આજે એક એવા ગીતની વાત કરવી છે, જેને ભારતના કેટલાંય સંગીત રસીયાઓને તરબોળ કરી દીધા છે.  ભારતના કેટલાંય ગાયકોએ પોતાની અદામાં એને ગાવાનો પ્રયાસ પણ કર્યો છે, એ નેહા કક્કર હોય, સોનું નિગમ હોય, કિર્તીદાન હોય કે પછી ઓસ્માણ મીર હોય. એવું લાજવાબ આ ગીત છે ‘रश्क-ए-क़मर’.
આ ગીત અંગે કેટલીક બાબતો જે આપણે ગમશે.મૂળ તો આ કવ્વાલીના ઢાળમાં ગવાયેલી રચના છે. આ ગઝલના શાયર છે ‘ફના બુલંદશહેરી’. આ રચનાને અદ્ભૂત રીતે સ્વરબદ્ધ કરીને ગાઈ છે નુસરત ફતેહ અલીખાં સાહેબે.આજથી 30 વર્ષ પહેલાં.કહો ને કે  1987માં આ અનોખી રચના રેકોર્ડ થયેલી. તાજેતરમાં ‘બાદશાહો’ ફિલ્મમાં આ ગીત લેવાયું છે.આ ગીત દ્વારા આ રચના ચર્ચામાં આવી છે.જો કે એ આ ગીતના શબ્દો કરતા મૂળ શાયરે લખેલી રચના ખુબ જ સુંદર છે. અહિ ‘ફના બુલંદશહેરી’ સાહેબે લખેલ મૂળ રચનાનો આસ્વાદ રજુ કરેલ છે.

मेरे रश्के क़मर तू ने पहली नज़र 
जब नज़र से मिलाई मज़ा आ गया

          ગઝલમાં આવતો શબ્દ ‘रश्क-ए-क़मर’સાંભળવામાં ગમે છે. એવો જ સુંદર એનાં અર્થમાં પણ છે. રશ્ક એટલે ઈર્ષ્યા અને કમર એટલે ચાંદ. ચાંદને જેની ઈર્ષ્યા આવે છે એવી સ્વરૂપવાન સ્ત્રી એટલે રશ્ક-એ-કમર. ઓછા શબ્દોમાં લાગણીની તીવ્રતા રજૂ કરવા પ્રખ્યાત એવી ઊર્દૂ ભાષાની આ રચના તેના દરેક શેરમાં નવી જ રીતે ઉઘડે છે.

बर्क सी गिर गयी काम ही कर गयी,
आग ऐसी लगायी मज़ा आ गया...

ઉર્દૂ હોય કે હિન્દી હોય કે ગુજરાતી હોય, ‘નજર’ પર દરેક ભાષાના કવિઓની નજર પડી છે. ને એમાંય પહેલી નજરે પ્રેમ તો આજીવન વાગોળવા જેવો હોય છે. અહી શાયર પહેલી નજરને વીજળી વીજળી જેવા માટે बर्क ની ઉપમા આપે છે. નજર એટલી માદક છે.કહોને કે દાહક છે કે જાણે આગ લાગી ગઈ! અને આગ પણ એવી લાગી કે બસ મજા આવી ગઈ.

जाम में घौल कर हुस्न की मस्तियाँ,
चांदनी मुस्कुराई मज़ा आ गया...

चाँद के साए में ऐ मेरे साकिया,
तू ने ऐसी पिलाई मज़ा आ गया...
તોફાની સૌન્દર્ય નસોમાં ભળી જતાં ચંદ્રની ચાંદની પણ સ્મિત કરી ઉઠે છે. ચાંદની રાતે પ્રિયતમા એ એવો જામ પીવડાવ્યો કે બસ મજા આવી ગઈ.

वो बे हिजबाना वो सामने आ गए, 
और जवानी जवानी से टकरा गयी ...
आँख उनकी लड़ी यूँ मेरी आँख से,
देख कर ये लड़ाई मज़ा आ गया...
બે-હિઝાબાના શબ્દ ને અનુવાદ કરીએ તો પડદા વગર એવો અર્થ મળે.
બેફામ સાહેબે લખ્યું છે ને...

“પ્રણયની સર્વથી પહેલી કહાણી થઇ ગઈ આંખો

કે ભાષા થઇ ગઈ દ્રષ્ટિ ને વાણી થઇ ગઈ આંખો.”
ક્યારેક ક્યારેક જ મળતી નજર કોઈપણ આવરણ વગર સામે આવી ચડે ત્યારે યૌવનોત્સવ થતો હોય છે. અહીં આંખથી આંખની લડાઈ જોઇને મજા આવી ગઈ એવું કહેવાય માટે સહજ શબ્દોનો ઉપયોગ કર્યો છે.

आँख में  थी हया हर मुलाक़ात पर ,
सुर्ख आरिज़ हुए वसल की बात पर ...
उसने शर्मा के मेरे सवालात पे,
ऐसे गर्दन झुकाई मज़ा आ गया...
શરમાવું એ સ્ત્રીનો અબાધિત અધિકાર છે. ખરું કહો ને તો સૌન્દર્યનું શિરછોગું એટલે શરમાવું. દરેક મુલાકાતમાં શરમાતી નવયૌવનાના ગાલ મિલનની માત્ર વાત સાંભળીને જ લાલ થઇ જાય! અહી શાયરે અશાબ્દિક પ્રત્યાયનની પરાકાષ્ઠા રજુ કરી છે. ‘ઔર તેરા દાંતો મેં વો ઉંગલી દબાના યાદ હૈ’ એવું એક ગઝલમાં પણ આવે છે. શાયરાના સવાલો સાંભળીને મૌન રહી ઝુકેલી ગરદને ઉભેલી પ્રેમિકાને જોઇને બસ મજા આવી ગઈ.
ऐ ‘फ़ना’ शुकर है आज बाद-ए-फ़ना,
उसने रख ली मेरे प्यार की आबरू... 
अपने हाथों से उसने मेरी क़बर पर, 
चादर-ए-गुल चढ़ाई मज़ा आ गया ...
અહીં શાયર પોતાનું તખલ્લુસ ‘ફના’ શ્લેષમાં પ્રયોજે છે. પોતાને અને મૃત્યુને બંનેને કહે છે કે મૃત્યુ પછી તો તેણે મારી આબરૂ સાચવી લીધી. ભલે કદાચ જીવતાજીવે તેના હાથને સ્પર્શેલા ફૂલ મને નસીબ ન થયા. અને આમેય એવું કોણે કહ્યું છે કે, બેય વ્યક્તિ એકબીજાને કરે તો જ પ્રેમ થાય.
આ ગીત જુદા જુદા ગાયકો અવાજમાં આ ગાયન સાંભળીને આપ પણ ઝુમી ઊઠશો અને કહી ઊઠશો કે,
મજા આ ગયા.
આવા અનેક ગીતો અંગે આપણે ક્યારેય વિચારતા નથી.આવું જે સહજ છે તેને બદલે આપણે બીજું બધું ખૂબ શેર કરીએ છીએ.અમલી કરીએ છીએ.આવા બીજા જ ગીત સાથે ફરી ક્યારેક મળીશું.
#સિંગર...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર