100 - 3= 100
કેટલીક બાબતો.આમ જોઈએ તો ખૂબ જ મહત્વની લાગે.કેટલુંક એવુંય હોય એ આપણું હોય તોય જતું કરવું પડે.આપણું હોવા છતાં છોડવું પડે પણ છોડ્યા પછીય કેટલી શાંતિ હોય કે શાંતિ થાય તે જોઈએ.વાત છે જર્મનીમાં આવેલ હોંગયા શહેરની.અહીંની એક શાળામાં શિક્ષકે એક દાખલો લખ્યો.આ સમીકરણ નો દાખલો હતો.શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું.
36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0
અને વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું "આ સમીકરણનું સોલ્યુશન મારી પાસે નથી. આવાં નાનકડાં સમીકરણને સોલ્વ કરવાનાં પરીક્ષામાં પુરા ત્રણ માર્ક મળશે. "
સાહેબનું આવું બોલેલું સાંભળી સૌ છોકરાં એકબીજા સાથે વાત કરવા લાગ્યાં. સાહેબે સૌથી આગળ બેઠેલ એક છોકરા તરફ આગળ વધ્યા.પછી તેઓએ જયૉમ તરફ ફર્યાં અને કહ્યું. " આ દાખલાનો પ્રોબ્લેમ સોલ્વ કરી શકશે...?"એક છોકરો.જ્યોમ એનું નામ.એ ઊભો થયો. એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ ભૂંસી નાંખ્યું.
અને કહ્યું....
" પ્રોબ્લેમ સોલ્વ્ડ સર".
" જેનો કોઈ તાળો જ નથી તેની પાછળ સમય કેમ બરબાદ કરવો. ત્રણ માર્કની પાછળ બાકીનાં 97 માર્ક કેમ ગુમાવવા??!!
આપણી જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે. અને તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે. દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે. અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ.જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.
જે 97 ગુણ મળે છે તેને બદલે આપણે 100 ગુણ માટે ફિકર કરીએ છીએ.એ 3 ગુણ છોડી દઈએ તોય 97 નું મેરીટ ખરાબ નથી.ખરાબ ન જ કહેવાય.છતાં હશે.
#જીવન ગણિત
Comments