BLUE Whale...

હું નાનો હતો.અમે મેદાનમાં સાંજે રમતા.એવું રમતા કે ભણવાનું છૂટી જતું.આજેય નાની ઉંમરના બાળકો રમે છે.જમાના પ્રમાણે રમતના સાધન બદલાયા છે.આજથી એકાદ દાયકા પહેલાં વીડિયો ગેમ બાળકોનું રમવાનું માધ્યમ હતું.આજે કેટલાક લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે કેવું કરી શકે તેની વિગત જોઈએ.આજકાલ એક રમતની ચર્ચા થાય છે.રમતનું નામBLUE WHALE GAME છે.આવી  ‘મોતની ગેમ’ Blue Whale કોણે અને કેમ બનાવી છે? તે જાણીને આપને અચરજ થશે.
તાજેતરમાં મુંબઇના એક 14 વર્ષીય છોકરાએ આત્મહત્યા કરી છે. કહેવાય છે કે ‘બ્લૂ વ્હેલ ચેલેન્જ’ નામની ગેમનો શિકાર બન્યો હતો. આખરે આ બ્લૂ વ્હેલ ચેલેન્જ છે શું? આ જીવલેણ ગેમ કોણે બનાવી? જાણો..

આ ગેમ રશિયાના સાઇબેરિયા પ્રાંતના એક વ્યકિતએ શોધ કરી છે. ફિલિપ બુદેકિન નામના 22 વર્ષીય યુવકે બ્લૂ વ્હેલ ચેલેન્જની શરૂઆત કરી હતી. હાલમાં તે રશિયામાં યુવકોને મરવા માટે પ્રોત્સાહિત કરવાના ગુનામાં જેલમાં 3 વર્ષની સજા કાપી રહ્યો છે. મેમાં ફિલિપે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, તે કેમ યુવાનોને મરવા માટે પ્રેરી રહ્યો છે? આ સવાલના જવાબમાં તેણે કહ્યું કે, હા, હું સાચે આ જ કરી રહ્યો હતો. પણ તમને અને બધાને ટૂંક સમયમાં આ વાત સમજાઈ જશે.

લોકોને અત્મહત્યા કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે ફિલિપ બુદેકિને એક શરમજનક લોજિક આપ્યુ હતુ. તેણે કહ્યુ કે,’ ‘અમુક માણસો હોય છે, અને અમુક માત્ર જૈવિક કચરો. જે લોકો સોસાયટીને કોઈ પણ પ્રકારે કામ નથી આવવાના. આ લોકો સોસાયટીને માત્ર નુકસાન પહોંચાડી રહ્યા છે અથવા પહોંચાડશે. હું સોસાયટીને આવા લોકોથી મુક્ત કરી રહ્યો હતો.”

તેણે આ સમાચાર માટે ઇન્કાર કર્યો જેમાં કહેવામાં આવ્યુ હતુ કે આ ગેમના કારણે 130થી વધારે લોકોએ આત્મહત્યા કરી છે. તેનું કહવું છે કે તેણે માત્ર 17 લોકોને સ્યૂસાઇડ કરવા માટે ઉશ્કેર્યા હતા. બાકી લોકોને તેમની સાથે સપંર્ક કર્યો અને પછી સ્યૂસાઇડ કરી લીધુ. આ માટે તેણે તેમને ઉશ્કેર્યા નથી. તેણે આગળ જણાવ્યુ કે, 28 લોકો બીજા હતા જે પોતાનો જીવ આપવા ઇચ્છતા હતા. બુદેકિનને જેલમાં ટીનેજ છોકરીઓ લવ લેટર પણ આવતા હતા જે તેનાથી આકર્ષિત હતી.

બ્લૂ વ્હેલ ચેલેન્જની શરૂઆત 2013માં થઇ હતી. આ ગેમની શરૂઆત 2013માં થઈ હતી. ફિલિપે ખાસ કરીને ટીનેજર્સને ઓનલાઈન કોન્ટેક્ટ કરવાનનું શરુ કર્યું, જેથી તે નક્કી કરી શકે કે આ ગેમ સફળતાપૂર્વક કોણ રમી શકશે. તે લોકોને પોતાના વિષે જણાવવાનું કહેતો, સ્કાઈપ પર તેમની સાથે વાતો કરતો અને તેમને નિરાશાજનક કોન્ટેન્ટ જોવાની સલાહ આપતો. પછી તે સૌથી નબળા લોકોને સિલેક્ટ કરતો. આવા લોકોને એડમિન રોજ એક ટાસ્ક આપતા અને તેમણે 50 દિવસમાં આ ટાસ્ક પૂરા કરવાના રહેતા. આ ટાસ્ક પહેલા સરળ હોતા અને પછી લેવલ આગળ વધતા તે ખતરનાક થવા લાગતા. જેમ કે નસ કાપવી, કોઈ પ્રાણીને મારવુ અને અંતમાં આત્મહત્યા કરવાનું કહેવામાં આવતુ. જો કોઈ ટાસ્ક કરવાની ના પાડે તો તેની પ્રાઈવેટ ઈન્ફર્મેશન પબ્લિક કરવાની ધમકી આપવામાં આવતી. આ ટાસ્કના વીડિયો અથવા ફોટો લેવા જરુરી હતા જેનાથી એડમિન્સ ચેક કરી શકે કે ટાસ્ક થઈ ગયા છે કે નહીં.

બુદેકિનએ કહ્યુ, કે તે લોકોને ખુશ જોવા માંગે છે તેથી તે તેમની સાઇકૉલોજી સાથે રમે છે. તેમણે કહ્યુ કે, તે લોકો તે પ્રેમ અને સમજણ આપતો હતો, જે તેમને જિંદગીમાં કોઇએ ન આપ્યો હોય.

આ થઈ ગેમની વાત.આખી વિગત.હવે ઉત્સાહી નેટિયા કે ફોરવરડીયા મિત્રોને માટે...આમ તો કશું કોઈને કેવાય નહિ.હા, એ ગેમના નામનો કે એવો કોઈ પ્રચાર,પ્રસાર ન થાય એટકું જ કેવું છે.આ ગેમ આસિ કે તેવી.એ જાણ્યા પછી કેટલાક નોર્મલ વ્યક્તિઓ પણ તે અંગે સર્ચ કરી પોતાનું મરણ શોધવા જાણે મથે છે.
આ રીતે કોઈના આદેશથી મરવા કરતા,કોઈ એ દેશ માટે મરવાની ગેમ બનાવી હોત તો ભલું થાય.હું જેને પ્રેમ કરું છું તેવા સૌ આ ગેમ ન રમે તેવી આશા.હું કોઈ રમત રમતો નથી,મારથીય કોઈ રમત ન રમે એવી આશા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી