અનોખા માજી...



એક ઘરડાં માજી. એ.ટી.એમ પકડી સોફા ઉપર બેઠાં હતાં.એમનો વારો આવતાં એ.ટી.એમ.બારીમાં ધરીને માજી કહે,'મારે રૂ.૫૦૦ ઉપાડવા છે.'હાજર મહિલા ફરજ બજાવતાં હતાં. કેશિયર મહિલા ફરજના ભાગે માજી સામે જોયા વગર કહે. રૂ.૫૦૦૦થી ઓછી રકમ માટે એ.ટી.એમ. માં જઈ જાતે પૈસા ઉપડવાના.મારા પૈસા,હું મને ગમે તે રીતે ઉપાડું.'

માજી કેશિયરને કહે,'કેમ ? આવું કેવું...!'બેંકની કેશિયર હવે છંછેડાયાં. તે બોલી, ” કેમ કે આ નિયમ છે.માજી સામે જોઇને કહે 'મહેરબાની કરીને જો હવે આપને બીજું કઈ કામ ન હોય તો અહીંથી જઇ શકો છો.' આટલું કહી તેણે એ.ટી.એમ. પરત આપી દીધું.

થોડો સમય માજી ચૂપ રહીને પેલી કેશિયરને કહે: મારે મારાં ખાતાં માંથી બધા જ પૈસા ઉપાડી લેવા છે.. શું તમે મને સહાય કરી શકો !”

કેશિયરે માજીના ખાતામાં ની બચત રકમ જોઈ.કેશિયરને નવાઈ લાગી.એની બેય આંખ જાણે ખુલીને બહાર આવી હતી. તે અચંબો પામી ગઈ. થોડું ઝૂકી, માંથુ ધુણાવી તે કેશિયર નરમાશ થી કહે,” માફ કરશો બા, પણ તમારા ખાતાંમાં તો ચાર કરોડ રૂપિયા છે ! 

હાલ બેંક તમને તમારા પૈસા આપી શકે તેટલાની સગવડ નથી.શું તમે કાલે ફરી એક વાર જાણ કરીને આવી શકશો?'થોડો વિચાર કરીને માજી કહે” હાલ હું કેટલી રકમ ઉપાડી શકું તેમ છું ? ”

કેશિયરે જણાવ્યું ,” તમે બે લાખ સુધીની કોઈ પણ રકમ ઉપાડી શકોછો. ”

કેશિયરને આજે જ બે લાખ ઉપાડવા છે. કેશિયરે બને તેટલી ઝડપી રકમ ઉપાડી વડીલ માજીને કહે'માજી લો આ બે લાખ રૂપિયા.'માજીએ આ બે લાખ રૂપિયામાંથી ૫૦૦ રૂપિયા પોતાની થેલીમાં મૂકીને બાકીના રૂ.૧,૯૯,૫૦૦ ફરી પોતાના ખાતામાં જમા કરવા પાવતી ભરી. કેશિયર મહિલા આ બધું જોયા કરતાં હતાં.

માજી કહે 'નિયમ ન બદલે,અમલતો થાય ને...!'આસપાસના સૌ આ માજી સામે જોતા રહી ગયા.
(Whats aep મા કોઈએ મોકલેલી વાર્તાને મેં જોડાક્ષર વગરની લખી.અંતિમ ઉપદેશ મેં આપ્યો નથી.મારું માનવું છે કે વાર્તા કીધા કે લખ્યા પછી સાર ન હોય એ વધારે શક્યતાઓ આપે છે.)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી