ચોટલી હોય તો કપાય...આજ કાલ ચોટલીની ચર્ચા છે.આ અગાઉ પણ ચોટલી ચર્ચામાં રહી છે.ચોટલી બાંધીને.ચોટલીએ ગાંઠ વાળીને.આ અને આવા અનેક શબ્દો કે શબ્દ પ્રયોગ આપણે સાંભળીએ છીએ.

રાજ્યસભાનો વાતનો ગરમાવો ગયો 'ને ચોટલીની ચર્ચા શરૂ થઈ છે.ઉત્તરપ્રદેશથી શરૂ થયેલ આ ચોટલી કાપવાની ઘટના આજકાલ વધી છે.

હરિયાણા,રાજસ્થાનથી આવી હવે આ ઘટના ગુજરાતમાં બની છે.કહેવાય છે કે જેની ચોટલી કપાય તેની તબિયત બગડી જાય છે.આવા બનાવો વધતા સૌ દહેશત અનુભવે છે.ટી.વી.ચેનલોને મજા છે.મહાત્મા થી મહામાનવ કહી શકાય તેવા સૌ બાઈટ આપવા તૈયાર થાય છે.ચેનલ ને સમાચાર મળી રહે છે.કોઈને જાણે ચોટલી સિવાય બીજા કશામાં રસ નથી. આ બધું ખરું.છેવટે ગૃહ મંત્રાલય દ્વારા એની તપાસ આપવામાં આવી.ક્રાઈમ બ્રાન્ચ જ્યાં ચોટલી કપાય ત્યાં પહોંચે છે.સુરતમાં સવારે જેની ચોટલી કપાઈ એણે ક્રાઈમ બ્રાન્ચને કીધું કે મેં દાંત વડે વાળ કાપી સૌને ચોટલી કપાયાની વાત કરી હતી.અત્યાર સુધીમાં આખા ગુજરાતમાંથી અનેક વિસ્તારમાંથી આવી ઘટનાઓ બને છે.

વિજ્ઞાન જાથાના શ્રી જ્યંત પંડ્યાના TRP વધ્યા છે.ભલે...આવું ન જ હોય. દરેક જગ્યાએ જ્યાં ચોટલી કપાઇ ત્યાં તપાસમાં પોલીસને માનસિક તાણ ના દર્દી કે જાતે કાપવું કે કોઈ વ્યક્તિ દ્વારા કાપવાની વાત જ બહાર આવી છે.કોઈ જગ્યાએ અગોચર શક્તિએ ચોટલી કાપાયાનું મારી જાણમાં નથી .

આવી વાતો માનસિક નબળાઈની વાત છે.જુઓ...ગણેશ જી દૂધ પીએ એજ આવી એક ઘટના.મારા ચિત્રકાર મિત્ર પ્રો.રાવ મને કહે'चोटी है तो कटेगी...!क्या आपने किसी पुरुष की चोटी कटने के सुना..?'રાવ ની વાત પણ સાચી છે.ચોટલી એની જ કપાય છે જે માનસિક નબળા હોય,બીમાર હોય કે એવું જ કશુંક હોય.

આપણ ને તો ચાણક્ય જેવી ચોટલી ગમે.વધેય ખરી ને કપાય પણ નહીં.ચોટલી એ ગૌરવની નિશાની છે.એટલે જ કદાચ સ્ત્રી વિધવા થતાં તેના વાળ ઉતારી લેવામાં આવતા હશે.મે મારાં મોટાં બા દિવાળી બા ને વાળ વગર જોયેલાં છે.આજે એ રિવાજ નથી.જરૂર નથી જ પણ આજે જેમની ચોટલી સામાજિક,માનસિક કે અન્ય કારણ થી કપાય છે ત્યારે મારે મન એ ગૌરવ કપાય છે.આધુનિક જીવન શૈલીમાં સૌને સમયસર સેવા આપનાર આપણાં પરિવારની મહિલા વિંગ સલામત ન હોવાનું આ ચોટલી કાંડ એક ઉદાહરણ છે.માનસિક રીતે પરિવારમાં હંમેશા મહિલાએ જ જતું કરવું પડે છે.હું અનેક તબક્કે એનો સાક્ષી છું.આ ચોટલી એ ગૌરવ હોવું હોઈએ .ગૌરવ અને અહમમાં થોડો ભેદ તો હોયજ.આપણે આપણી મહિલા વીંગને સાંભળીએ અને સહયોગ કરીએ.માનસિક તાણ એ ઝડપી ઘટાડવો આપના જીવન સથી સાથી ઉપર નિર્ભર હોય છે.સરકારની ભાષામાં પરિવાર એટલે માં બાપ અને પતિ પત્ની કે બાળકો.મા બાપ એટલે એમાં પાછા મહિલાના માં બાપ ખરાકે નહિ તે મારી જાણમાં નથી.

છતાં મારા કે મારા વાંચકના પરિવારમાં કોઈની ચોટલી ન કપાય તેવી શુભકામના.આ લખાય છે ત્યાં સુધી મારા કોઈ પરીચિતની ચોટલી કપાઈ હોવાનું મારી જાણમાં નથી.એવું નહીં જ બને તેનીય મને ખાતરી છે.મારા માટે હું એટલું કહીશ કે ' મારી જોડે જોડાઈ રહેવું એટલે દરેક તબક્કે પરીક્ષા.હા,દરેક પરીક્ષામાં નપાસ થવાની છૂટ.કારણ હું પ્રયત્ન ને મહત્વ આપું છું,સફળતા મારે મન મહત્વની નથી.આપ આપની ચોટલી એટલે આપનું સન્માન,આપનું કામ,આપનો પરિવાર અને આપના સૌ કામ પતાવી છેવટે જે કામ કરો તે સરકાર માટે નહીં.સહકાર માટે કરીએ.આજે આ લખાય છે તે દિવસે પ્રમુખસ્વામી મહારાજ ના દિવ્ય આત્માને આજે એક વર્ષ થયું છે.આશા રાખીએ કે આજથી કોઈની ચોટલી ન કપાય.કોઈની ચોટલી પકડાય.હા,કાપવી નહિ.

#सरकार:મારી ચોટલી...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી