ધર્મ અને વિજ્ઞાન:શીતળા સાતમ
આજે શિતળા સાતમ.
એક તહેવાર.ધાર્મિક મહત્વ અને અનેક અંધ શ્રદ્ધા વચ્ચે વર્ષોથી આપણે ઉજવીએ છીએ.ભલે વાર્તા ગમેતે હોય. મારા ઘરેય રાંધવામાં આવતું નથી.હું વિજ્ઞાન અને ધર્મ બન્નેને અલગ જોઈ એક સાથે સાથે જોવું છું.અનુભવું છું.આજે શીતળા સાતમને દિવસે એક વાત યાદ આવી.
એ વખતે ડાબા હાથે સૌને શિતળાની રસી આપવામાં આવતી હતી.આ રસીના શોધક એડવર્ડ જેનરને પણ યાદ કરીએ.આજે શીતળા સાતમના દિવસે શીતળા માતાને વંદન કરતા સાથે આ વૌજ્ઞાનિકનું નામ યાદ કરીએ.આજે કોટી વંદન એટલે કે જો એ રસી ન શોધાઈ હોત તો કેટલાય લોકો આજે અંધ તરીકે કે અન્ય કોઈ વિકલાંગતા સાથે જીવતા હોત.
શીતળા માતાનું વાહન ગધેડું છે.એ માટે કોઈ વાર્તા કે વિગત હોઈ શકે.ભલે ગધેડાનેય પગે લાગજો પણ વૈજ્ઞાનિક વિચાર ની વાત ફેલાવજો.ડાબા હાથે જ કેમ તો એનો પાછો કોઈ વૈજ્ઞાન આધારિત જવાબ નથી.પણ, જ્યારે આ શીતળાની રસી આપવામાં આવતી હતી તે સમયે તાવ આવતો.કેટલાક બાળકોને આ રસી લીધા પછી બે દિવસ સુધી હાથ દુખાવાનું થતું.આ કારણે ખાસ અગવડ ન પડે તે માટે ઓછા કામમાં આવતા હાથ તરીકે ડાબા હાથમાં રસી આપતા હશે.છતાં બીજો એવો કોઈ જવાબ મને ધ્યાનમાં નથી.જેને ડાબો હાથ જ નહીં હોય તેને જમણે હાથેય આપતા જ હશે.નહિતર નાબૂત ન થાય.આજે શીતળા નાબૂત થયેલ છે.એ માટે ધર્મ સાથે વિજ્ઞાન નોય આભાર માનીએ.
અને હા...આજે ઠંડુ ખાવા માટે મહત્વ દર્શાવતી પેલી ચૂલો ઠારવાનું દેરાણીથી રહી ગયું ...વાળી વાર્તાના લેખકને મારા વંદન સાથો સાથ મારા સહિત મારા 'માતૃછાયા'પરિવારના સૌને જીવનમાં ઠંડક રહે તેવી આશા.મારા સૌને માનસિક રાહત હોય. પારિવારિક સ્નેહ, ઠંડકની આશા સાથે જીવનની अनंत ખુશી મળે તે માટે शुभमस्तु...
Comments