અનુપમ શાળા...





બનાસકાંઠા જિલ્લો. સામાજિક,રાજકીય અને ભૌગોલિક ભિન્નતા ધરાવતો જિલ્લો.એક માત્ર દરીયો જ નથી.બાકી તમામ ભૌગોલિક ભિન્નતા ધરાવતો જિલ્લો.આ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એક નવતર અભિગમ કાર્યરત છે. 'અનુપમ શાળા' એ અનોખી ઓળખ ધરાવતી શાળાઓને માટે વપરાતો શબ્દ છે.
અનેક નવતર પ્રવૃત્તિ અનુપમ શાળાઓમાં થાય છે.આ અભિનવ શાળાઓ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,પાલનપુર દ્વારા વિશેષ સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ શાળાઓ માટે.શાળાની વિશેષ ઓળખ અને કાર્યપ્રક્રિયા અને અભિગમની સમજ આપતું ગીતનું સર્જન  શ્રીમતી નીપા ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.આ ગીત જોઈએ...
અનુપમ શાળા

મારી શાળા,અનુપમ શાળા...2
રાજી થઈને છોકરાં આવે,
જીવન મૂલ્યો માણવા...2

કૌશલ્યના અનુબંધની
 વાત અનુપમ આવે,
સાથે સૌના જીવનમા
વિચાર અનેરા લાવે....2

વાર્તાની છે વાત નિરાળી,
છોકરાં લાવે તાણી.
યોગ ધ્યાનને પ્રાર્થનામાં,
નવતર વાતો માણી.....2

મારી શાળા,અનુપમ શાળા..

પંખીની ચિંતા કરતાં
આ અનુપમનાં પારેવાં,
શાળામાં સહયોગી છે,
એસૌ છે મળવા જેવાં.

છોકરા અહીંયા રોજ આવે,
સિદ્ધિ હાંસલ કરવા,
અહીંયા સૌને જોવા મળે 
નવું જ મળશે માણવા,

મારી શાળા અનુપમ શાળા....2

દુનિયા સાથે કદમ મિલાવે,
અનુપમનાં આ છો'રાં
શાળામાં  કાયમ સાથે.
નાના ને મોટેરાં,

કેટલીક અહીંયાં વાત અનોખી,
કરતાં કામ અનોખા,
અહીંયા સૌના સપના કાયમ,
નોખાં 'ને અનોખા.

મારી શાળા,અનુપમ શાળા...2

રાજી થઈને છોકરાં આવે,
જીવન મૂલ્યોને માણવા...2

કૌશલ્યના અનુબંધની
 વાત અનુપમ આવે,

સાથે સૌના જીવનમા
વિચાર અનેરા લાવે....2

વાર્તાની છે વાત નિરાળી,
છોકરાં લાવે તાણી.

યોગ ધ્યાનને પ્રાર્થનામાં,
નવતર વાતો માણી.....2   

મારી શાળા,અનુપમ શાળા..

પંખીની ચિંતા કરતાં
આ અનુપમનાં પારેવાં,

શાળામાં સહયોગી છે
એસૌ છે મળવા જેવાં,

છોકરા અહીંયા રોજ આવે,
સિદ્ધિ હાંસલ કરવા,

અહીંયા સૌને જોવા મળે 
નવું જ મળશે માણવા,

મારી શાળા અનુપમ શાળા.

દુનિયા સાથે કદમ મિલાવે,
અનુપમનાં આ છો'રાં
શાળામાં  કાયમ સાથે.
નાના ને મોટેરાં,

કેટલીક અહીંયાં વાત અનોખી,
કરતાં સૌ કામ અનોખા,

અહીંયા સૌના સપના કાયમ,
નોખાં 'ને અનોખા.

આ ગીત જ એવું સરળ અને સહજ ગાઈ શકાય એવું બન્યું.જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આ ગીતને રેકોર્ડ કરી દરેક શાળાઓ સુધી પહોંચાડવાનું નક્કી થયું.
હવે તૈયારી શરૂ કરી.રેકોર્ડીંગ માટે.આખી ટીમ હાજર રહી શકે એમ ન હતી.આ સમય એવો હતો કે બાળકોની શાળાઓ શરું થઈ ગઈ હતી.ગીત એના શબ્દો અને ભાવ મુજબ આ ગીત બાળકો ગાય એ જ ખરું.આ માટે બાળકો સાથે રિહર્સલ કરવાનું શરું કર્યું.

શ્રી આશુતોષ દવે દ્વારા આ ગીતને સંગીતથી સજાવવામાં આવ્યું.ડીસા સ્થિત મેઘધનુષ્ય સ્ટુડિયો ખાતે શ્રી વિપુલ મંડોરા ના માર્ગદર્શન નીચે ગીતનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું.
ઋચા પંડ્યા,ખુશી ઠક્કર,ચાર્મી પંડ્યા અને રમીલા નાઈ જેવા બાળકલાકારો દ્વારા આ ગીત ગવડાવી રેકોર્ડીંગ પૂર્ણ કરવામાં આવ્યું.સર્જક શ્રીમતી નીપા ભટ્ટ દ્વારા શબ્દચિત્ર ને સંગીતથી સજાવવામાં આવ્યું.

ગીતનો ટ્રેક તૈયાર થઈ ગયો છે.રેકોર્ડીંગ પણ પત્યું.થોડા દિવસમાં આપ આ ગીત સાંભળી શકશો.આશા છે.આ ગીતના શબ્દો અને સંગીત આપ પસંદ કરશો. સપ્તરંગી ફાઉન્ડેશન દ્વારા આવા અનેક પ્રોજેક્ટ કાર્યરત છે.કોઈપણ કૌશલ્ય ધરાવતા બાળકને આપ અમારા સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો તેવી આશા છે.




Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર