સંગીતકાર લાબું જીવે...
આધુનિક સમય.આજે વિશ્વમાં સંગીત અને કલાનો આજે સુવર્ણ કાળ હોય તેવું લાગે છે.આજકાલ સંગીત કે વાદ્યકલા કોમ્યુટર આધારીત થઈ ગયું છે.કોમ્પ્યુટર ને આધારે સંગીતની તર્જ બની જાય છે ત્યારે રિયાજ અને તેની ઉપાસનાનું મહત્વ ઓછું થયું છે.
એક સમયમાં સંગીતકાર,કલાકાર અથવા ગાયક એમના કૌશલ્યને આધારે જ જીવન જીવતા હતા.આપણી આસપાસ સંગીતના ઉપાસકો કે નૃત્યકારોને
હંમેશા લાંબુ આયુષ્ય ભોગવતા આપણે જોયા છે.આવું કેમ થાય છે તે અંગે અનેક મુદ્દાઓ છે જે અંગે આપણે ચર્ચા કરીશું.
સંગીતમાં વાદન દ્વારા શ્રેષ્ઠ એક્યુપ્રેશર થાય છે.
સંગીતમાં જ વ્યસ્ત અને મસ્ત રહેવાથી પોતાના કે આસપાસના તણાવથી સો ટકા છુટકારો મળેછે.
કલાકાર જ્યારે સંગીતમય હોય છે ત્યારે સંપૂર્ણ ધ્યાનસ્થ હોય છે.ગાયન દ્વારા શ્રેષ્ઠ પ્રાણાયામ સહજ રીતે થાય છે.
સારા તેમજ સુંદર ધ્વની થી આત્માને ઊર્જા મળે છે.કારણ કે સંગીત આત્મા નો ખોરાક છે.
સંગીત ના નાદથી આધિ,વ્યાધિ અને ઉપાધિ મટે છે. આખા વિશ્વમાં રહેલી બધા જ પ્રકારની એનર્જી, સંગીતના ધ્વની થી મળી રહે છે.અને એજ કારણે સંગીત જે નૃત્યની આરાધના કરનાર લાંબુ જીવન જીવેછે.
Comments