વાંચો પછી ખાવ...


આજકાલ સ્વાસ્થ્ય અંગે જાગૃતિ વધી છે.શું ખવાય કે ન ખવાયની સાથે કેટલું ખવાય અને કઈ રીતે ખવાય તે અંગેય આજ કાલ ચર્ચા લાગે છે.મારા એક મિત્રએ મને એક વૈદ્ય દંપતીની વાત કરી.
વૈદ્ય જોબન મોઢા અને વૈદ્ય નેહા ટાંક મોઢા દંપત્તિ.આ દંપતી 
વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી, જામનગરમાં વર્ષોથી સમગ્ર દુનિયાના વિદ્યાર્થીઓને 
આયુર્વેદમાં તૈયાર કરે છે.
વિશ્વભરના દર્દીઓની આયુર્વેદ તથા પંચકર્મથી સારવાર કરે છે. તેમના દ્વારા આયુર્વેદના ગ્રંથોના આધારે તૈયાર કરાયેલી 
થોડી ટીપ્સ પણ આપવામાં આવે છે.આ બાબતો સૌને ઉપયોગી હોઈ અહીં  નોંધુ છું.

આપણાં પરિવારમાં જે ખોરાક બનાવવામાં આવે છે.એ જ ખોરાક આપણે ખાઈએ છીએ.સ્થાનિક અને ભૌગોલિક રીતે ગુજરાતી થાળી આપણાં માટે ઉત્તમ ખોરાક છે.
કહેવાય છે કે દુનિયાની કોઈ જ વસ્તુ અમૃત કે ઝેર નથી. આ માટે આ વૈદ્ય દંપતી કહે છે.કોઈ પણ નો 
અતિરેક એને ઝેર બનાવે છે. 
સમજણ પૂર્વકનો ઉપયોગ અમૃત હંમેશ માટે હોય જ છે.

જમવામાં હમેશા તાજો ગરમ ખોરાક જ મહત્વનો છે.ભલે વાસી ન હોય પરંતુ ઠંડો ખોરાક જોઈએ એટલો લાભ આપી ન શકે.

ફાસ્ટ ફૂડ રેસ્ટોરાંમાં જે ટાઢાબોલ સલાડ પીરસે છે.
એ ઓવરલોડ છે. 
એ શરીરમાં આમ નામનું ઝેર પેદા કરે છે. 
જેને લીધે તમારી શરીરની સીસ્ટમ હેંગ થઇ શકે.

હંમેશા સ્થાનિક કુદરતી રીતે પાકેલા ફળનું જ સેવન કરવુ. 
કેરી ગીર કે વલસાડની છે 
જયારે સફરજન કાશ્મીરના.
તો તમારા માટે કુદરતી રીતે પકાવેલી કેરી વધુ લાભદાયક છે. કૃત્રિમ ગેસ કે કાર્બાઈડથી પકાવેલા ફળોથી ચેતવું.આ રીતે પકવેલ ફળ ન ખાવા.

ડાયાબીટીસ હોઈ તો સફેદ ખાંડ ના ખવાય.પણ આખું ફળ ખાઈ શકાય. સુપર માર્કેટમાં મળતા પેક્ડ ફ્રુટ જ્યુસ નહિ.એ શરીરને ખૂબ નુકશાન કરે છે.

બધા પ્રકારના તેલમાં તલનું તેલ શ્રેષ્ઠ છે. ડબલ રીફાઇન્ડ તેલ કરતા ઘાણીએ મળતું તાજું તેલ વધુ સ્વાસ્થ્યકર છે....!

દૂધમાંથી દહીં, 
દહીં વલોવીને નીતારેલું માખણ 
અને એ માખણમાંથી ગરમ કરીને બનેલું ગીર ગાયનું ઘી 
ક્યારેય કોલેસ્ટેરોલ વધારે નહિ.હા,ભેંસના દૂધની મલાઈનું ઘી કોલસ્ટ્રોલ વધારે.

કહેવાય છે કે ભાવે, ફાવે અને પચાવી શકીએ એટલું ખાવાથી શરીરની બેટરી રીચાર્જ રહે છે.અહીં જમવાની વાત કરી.એટલું જ મહત્વ નાસ્તાનું છે.
કંટાળા જનક,સ્વાદ વગરના કહેવાતા હેલ્થી ફૂડનાં નાસ્તા કરવાનું ટાળવું.ઘરે બનાવેલી વઘારેલ રોટલી પણ વધુ સ્વાસ્થ્યપ્રદ છે.ઈડલી, પૌંઆ, ચા ને ભાખરી, રોટલો ને માખણ વધુ સારા નાસ્તા છે.

ઉપવાસ કે એકટાણું કરતી વખતે ફરાળી પિત્ઝા, સાબુદાણા ખીચડીટને ઓવરલોડ કરવાથી વધુ પાપમાં પડાય.

ઉપવાસના દિવસે ગરમ પાણી પીઓ અને જરૂર પડે તો પહેલા પ્રવાહી ખોરાક જ લો.વધુ ભૂખ લાગે તો જ કોઈ ફ્રુટનું સેવન ઉપવાસના દિવસે કરવું.બટેટાની ખીચડી તમારું પેટ અને તબિયત બેય બગાડવાની શક્યતા વધી જાય છે.

જ્યાં સુધી દાંત સલામત હોય ત્યાં સુધી કોઈ તૈયાર ફ્રુટ જ્યુસ પીવાનું જ નહિ. સીઝનલ ફ્રુટ ચાવીને ખાવાથી ઉત્તમ બીજું કશું ન હોઈ શકે.કોઈ વખત 

બે કે ત્રણ મહીને એક દિવસ ખાલી મગ નાં પાણી પર રહો. આખા બોડીની સર્વિસ થઇ જશે. 

સપ્ટેમ્બર ઓકટોબર મહિનાઓ શરીરની "વિરેચનકર્મ" નામની સર્વીસ માટે શ્રેષ્ઠ મહિનાઓ છે.નજીકના ક્વોલીફાઈડ અને અનુભવી પંચકર્મ વિશેષજ્ઞ પાસે હમણાં જ પહોચી ને પ્લાન બનાવવો આજે જરૂરી છે.

બ્રેડ, બિસ્કિટ, કેક, પિત્ઝા, પાસ્તા એ ગુજરાતિઓ માટેનો ખોરાક નથી.આમેય ગુજરાતી વ્યક્તિ જ્યારે બહાર જમવા જાય તો ચાઈનીઝ, પંજાબી કે સાઉથ ઇન્ડિયન ડીશ મંગાવે.જ્યારે બેંગ્લોર નોકરી લાગે તો જાય અને બે મહિનામાં પાછો આવે.કારણ,ત્યાં રોજ સાઉથ ઇન્ડિયન ખાવાનું ન ફાવે.નોનવેજ ન ફાવે.ગુજરાતી વ્યક્તિ ને તોજમી ને સો ડગલા ચાલવાનું ન ફાવે.કહેવાતી આયુર્વેદિક કોસ્મેટીક પ્રોડક્ટ ના લેબલ ધ્યાન પૂર્વક વાંચો. ઘણીવાર એમાં ૯૯.૯૯% ભાગ હાનીકારક રસાયણો જ હોય છે.

દાંત ને મજબુત રાખવા દાંત ને પેઢા પર તલના તેલ નું માલીશ કરવી.દાંત સલામત તો સબ સલામત.સુર્યનમસ્કાર અને ઓમ પ્રાણાયામ તમારા શરીર અને મનને હેલ્થી રાખવામાં મદદ કરે છે.

આ વિગતમાં એવું કશું નથી કે આપણે ન કરી શકીએ.વાત છે મક્કમ રહીને એ અંગે વિચાર કરવાની.કારણ આપ ભલા,તો જગ ભલા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી