યોગ...યોગ રે ભાઈ યોગ...









ભારતીય પરંપરા મુજબ, યોગની વ્યાપક (અને મને બહુ ગમતી) વ્યાખ્યા છેઃ કર્મમાં કૌશલ્ય તે યોગ.World Record લેવાને બદલે પોતપોતાના કર્મમાં કૌશલ્ય માટે ધ્યાન આપવું એ ઉત્તમ યોગ છે. 
અને એવા તો ઝાંસા મારતા જ નહીં કે યોગને અમે લોકપ્રિય બનાવ્યો કે દુનિયાભરમાં ફેલાવ્યો. 

અને હા,ભારતમાં અનેક વ્યક્તિઓ એ આજે અને પહેલાં યોગના પ્રચાર પ્રસાર માટે ખૂબ કર્યું છે.

યીગથી બધું જ મટી શકે.શાંતિ માટે યોગ્ય જરૂરી છે.આનંદીબેન પટેલ ને હવે શાંતિ છે.છતાં પાછાં નીતિન પટેલ સાથે યોગ કરવા બેઠાં હતાં.મને લાગે છે આસપાસ બેઠેલા ને આ દિવસે સવારે ઉજાગરો થયો હશે.
માતૃભાષા હોય કે પછી યોગ જેવો વારસો, ગિનેસ બુકના રેકોર્ડોથી કે યોગના નામે એક દિવસ ઉજવવાથી તેની જાળવણી થતી હોત તો, તે અત્યારના સમય સુધી શી રીતે પહોંચ્યો હોત?

સંસ્કૃતિ-અધ્યાત્મ-યોગ-આસનો-પ્રાણાયામ-પતંજલિ અને ધંધાની મસ્ત ભેળસેળ કરનારા બાબા રામદેવ હવે ધંધાદારી માણસ છે. તેમની ભેળસેળના રવાડે ચડવું હોય  પસંદગી તમારી, પણ એ શું છે એના વિશે મહેરબાની કરીને ભ્રમમાં રહેતા નહીં કે ભ્રમ ફેલાવતા નહીં.અને સંસ્કૃતિના નામે શુદ્ધતાના દાવા કરતા રામદેવના પતંજલિની ખાસમખાસ પ્રોડક્ટ જેવા આમળાના રસમાં ગુણવત્તાના લોચો પડવાથી ભારતીય સૈન્યની કેન્ટીને તેને રીજેક્ટ કર્યો, તેન લગતા ફક્ત બે મહિના જૂના સમાચાર, જેમણે ન જોયા હોય કે જે ભૂલવા માગતા  તે સૌના લાભાર્થે આ વાત અને વિગત લખી છે.આગળ કીધું એમ સ્વાસ્થ્ય માટે યોગ્ય છે.મારા એક મિત્ર કહે 'પેટ હલાવી હલાવી ને બાબા એ 5000 કરોડ ભેગા કર્યા.
આખા ભારતમાં જેટલું તેલીબિયાંનું ઉત્પાદન નથી એટલું તો બાબા એક જ પ્રકારે તેલનું ઉત્પાદન કરે છે.નેપાળ અને ભારતમાં આંબળા પકતા હોય તેના કરતાં વધારે આંબળાનો જ્યુસ બાબા બનાવે છે.
બોલો...1000 રૂપિયાની આવક હોય તો 1100 રૂપિયાની વસ્તુ મળે?
હશે...આ તો...રાજા...વાજા અને...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી