સાચો પ્રેમ















કોઈને ન સમજાવી શકાય તેવી આ વિગત.શું ઉદાહરણ આપી શકાય તેની મુંજવણ.હું આ વાર્તા જેવીજ મારી એક બીજી વાર્તા કહું છું.
પેલી વાર્તામાં એમ છે કે...
હું નૃત્ય કરું એટલે વરસાદ આવે જ.
જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી નૃત્ય કરવાની મારી તૈયારી છે.

આ વાર્તા મને એક મિત્રએ મોકલાવી હતી.થોડાક ફેરફાર સાથે આ વાર્તા અહીં મુકું છું.આશા છે આપ આ વાર્તા વાંચશો.
એ મિત્રનો આભાર જેણે આ વાર્તા મોકલી.
સવારના નવ.
કદાચ તેટલા વાગ્યાની આસપાસનો સમયહતો!
પોતાના હાથના અંગૂઠા પર લીધેલા ટાંકા કઢાવવા માટે એક દાદા વેઇટિંગ રૂમમાં બેઠા હતા!
ડ્યુટી પરની નર્સ.નર્સ પોતાના કામમાં થોડી વ્યસ્ત હ્તી!

પોતે ઉતાવળમાં છે એવું દાદાએ નર્સને એકાદ વખત કહ્યું એટલે નર્સે એમનો કેસ હાથમાં લીધો!દાદાના અંગૂઠા પરનો ઘા જોયો, બધી વિગત જોઇ. નર્સે દાદાને ટેબલ પર સૂવડાવ્યા! પછી પૂછ્યું,’દાદા તમારી ઉતાવળનું કારણ હું પૂછી શકું? 

’‘બહેન! ફલાણા નર્સિંગહોમમાં મારી પત્નીને દાખલ કરેલી છે એની સાથે નાસ્તો કરવાનો સમય થઇ ગયો છે!

છેલ્લાં પાંચ વરસથી સવારે સાડા નવ વાગ્યે એની જોડે જ નાસ્તો કરવાનો મારો અતૂટ ક્રમ રહ્યો છે!
છેલ્લાં પાંચ વરસથી નર્સિંગ હોમમાં મારી પત્ની દાખલ થયેલી છે!
પાંચ વરસથી..?? શું થયું છે એમને? નર્સે પૂછ્યું!
સ્મૃતિભ્રંશ—અલ્ઝાઇમર્સનોરોગ થયેલો છે. દાદાએ જવાબ આપ્યો!

મોં પર સહાનુભૂતિના ભાવ સાથે નર્સે ટાંકા કાઢવાની શરૂઆત કરી!
એકાદ ટાંકાનો દોરો ખેંચતી વખતે દાદાથી સહેજ સિસકારો થઇ ગયો, 
એટલે એમનું ધ્યાન બીજે દોરવા નર્સે ફરીથી વાત શરૂ કરી!
‘દાદા’ તમે મોડા પડશો તો તમારી પત્ની ચિંતા કરશે ? 
દાદા બે ક્ષણ નર્સ સામે જોઇ રહ્યા.પછી બોલ્યા,’ના ! જરા પણ નહીં! કારણકે છેલ્લાં પાંચવરસથી એની યાદશક્તિ સંપૂર્ણપણે
ચાલી ગઇ છે.!
એ કોઇને ઓળખતી જ નથી!
હું કોણ છું એ પણ એને ખબર નથી!
નર્સને અત્યંત નવાઇ લાગી. એનાથી પુછાઇ
ગયું ! ‘દાદા ! જે વ્યક્તિ તમને ઓળખતી પણ નથી એના માટે તમે છેલ્લાં પાંચ વરસથી નિયમિત નર્સિંગ હોમમાં જાઓ છો?
તમે આટલી બધી કાળજી લો છો.!
પરંતુ એને તો ખબર જ નથી કે તમે કોણ છો?
દાદાએ નર્સનો હાથ
પોતાના હાથમાં લઇ
હળવેથી કહ્યું,’બેટા ! એને ખબર નથી કે હું કોણ છું, પરંતુ મને તો ખબર છેને કે એ કોણ છે?’

સાચો પ્રેમ...

સામી વ્યક્તિ જેમ છે, તેમ તેનો સંપૂર્ણ સ્વિકાર.
એના સમગ્રઅસ્તિત્વનો સ્વિકાર.હતું તેનો સ્વીકાર. જે છે તેનો સ્વીકાર.ભવિષ્યમાં જે હશે તેનો સ્વિકાર. અને જે કાંઇ નહીં હોય તેનો પણ સ્વિકાર.

ચાર્લી ચૅપ્લિનના એક ઇન્ટર્વ્યુમાંથી...

કેમ પણ મને ચાર્લી ચેપ્લિન ગમે છે.એ જે પરિસ્થિતિમાં હતા એ સ્થિતિમાં તો કોઈ હસવાનું તો દૂર રાજી થવાનું ન વિચારે.

બસ...એજ પ્રેરણા...
લખ્યા તારીખ:23 જૂન 2017


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી