હું એકાંતનો માણસ...

એટલે કોઈને ગમતો નથી...
હું જાત ઘસી નાખતો માણસ,
એટલે કોઈને ગમતો નથી...!

અજાણ્યા પર વિશ્વાસ હું, પોતાનાં જાણી મુકી દઉં ;
હું સાચા બોલો માણસ- એટલે કોઈને ગમતો નથી.

ખુશ રાખી હરકોઈને,
દોસ્ત- રાત આખી હું રડતો,
હું લાગણીનો સાગર, એટલે કોઈને ગમતો નથી.

ઉદાસીના વાદળ ઓગાળી સ્મિત સૌને આપું છું,
હું રહું સદાય મોજીલો, એટલે કોઈને ગમતો નથી!

કોઈને સાથ સંગાથ આપવા,
સૌથી પહેલાં દોડું છું ;
હું છું ખુદનો સથવારો, એટલે કોઈને ગમતો નથી.

અરે, હરાવી પોતાને ,
હું બીજાને જીતાવું છું ;
છતાં મોઢે રાખું મુસ્કાન, એટલે કોઈને ગમતો નથી.

(મારા એક મિત્રએ મોકલેલ કવિતા...)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર