इन शोध:शरद पाटिल


હું તારીખ 15/10/1993 થી નગર પ્રાથમિક મરાઠી શાળા નં-2 નવસારી ખાતે મરાઠી માધ્યમની પ્રાથમિક શાળામાં 23 વર્ષથી મારી ફરજ બજાવું છુ. મને નાના-નાના બાલદેવો સાથે કામ કરવાનુ ગમે છે. હું મારી શાળા અને મારા બાળકોના વિકાસ માટે હમેશા કાર્યરત રહુ છું. મારા શિક્ષણ કાર્ય દરમિયાન મને અને બાળકોને પડતી સમસ્યા હમેશા નવતર રીતે ઉકેલું છું. નાના બાળકોને ગણિત વિષયમાં આવતી મુશ્કેલી નિવારવા અને રમતા-રમતા ગણિત શિક્ષણ મેળવવાં મેં મારા બાળકોના મદદથી  શાળા કક્ષાએ વર્ષ;-2009 માં ગણિત મેઝીક બોક્સ”  બનાવ્યું છે

જે રાજ્યકક્ષા- રાષ્ટ્રીય કક્ષા (જયપુર-રાજસ્થાન) અને  ઇંડીયન સાયન્સ કોંગ્રેસ (ચેન્નઇ-તામિલનાડુ) તેમજ ઇન્ટરનેશનલ  કક્ષા (અમદાવાદ)સુધી જઇ શક્યું છે. બાયસેગ પ્રોગ્રામ તેમજ દુરદર્શન ગિરનાર પર 8-10 વખત આ ગણિત મેઝીક બોક્સ”  નો પ્રોગ્રામ પ્રસારીત થયો છે. અત્યાર સુધી એકલાખ થી વધુ બાળકો અને વીસહજારથી વધુ શિક્ષકો અને શિક્ષણશાસ્ત્રીએ આ મેઝીક બોક્સને જોઇ તેનો લાભ લિધો છે. હાલમાં ઘણી શાળાઓમા આ ગણિત મેઝીક બોક્સ”  નો ઉપયોગ થઇ રહ્યો છે. મને 2011 માં પુજ્ય મોરારીબાપુ દ્રારા અપાતો ચિત્રકુટ એવોર્ડ 2014 માં આઇ આઇ એમ દ્રારા  શ્રેષ્ઠ ઇનોટિવ શિક્ષક એવોર્ડ તેમજ ગુજરાત સરકાર દ્રારા વર્ષ;-2015 માં મહામહિમ રાજ્યપાલ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ  મળ્યો છે. 

                                   

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર