इन शोध:1 प्रीती गाँधी

પ્રીતિ ગાંધી છેલ્લા 16 વર્ષથી શિક્ષણક્ષેત્રે સંકળાયેલા છે. તે દરમ્યાન તેમણે શિક્ષક, સી.આર.સી.કૉ.ઓર્ડીનેટર અને મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી છે. તેઓ હાલે કલોલ પ્રાથમિક શાળા નં.૯ માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમણે શિક્ષણને માત્ર શિક્ષણ તરીકે નહીં, પરંતુ સાચા નાગરિકત્વનું ઘડતર, સંસ્કાર, કલા, સ્વાસ્થ્ય, યોગા, કૌટુંબિક ભાવના, સામાજિક જવાબદારીને રૂપે આપવાનો પ્રયત્ન કરેલ છે.

દરમ્યાન ખાસ કરીને કન્યા કેળવણી અને વંચિત જૂથના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. શાળાને સમાજ સાથેનું જોડાણ તેમના કાર્યની વિશેષતા રહી છે. 

શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને જુદી જુદી સંસ્થાઓ પાસે જઈ ત્રણેક વર્ષમાં  રૂપિયા 20,૦૦,૦૦૦ [વીસ લાખ] જેટલો લોક સહયોગ મેળવ્યો છે. પોતાની સંસ્થાને ભૌતિક અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ કરી છે. ડી. ગ્રેડની શાળાને આજે  AA ગ્રેડની શાળા બનાવી છે. તેમનું  કાર્ય, પ્રદાન અને સિદ્ધિઓ નીચે પ્રમાણે છે. 


શૈક્ષણિક લાયકાત : તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ રહી છે. પોતે એમ.કોમ., એમ.એડ. તથા એમ.ફીલની ડિગ્રી ધરાવે છે. એમ.એડ.માં ગુજરાત યુનિવર્સિટી ફર્સ્ટ આવી, ગોલ્ડ મેડલ મેળવ્યો છે. દેના બેંક, માંડવી-કચ્છએ રાજયના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે શિલ્ડ, ટ્રોફી અને પ્રમાણપત્ર દ્રારા સન્માન કરેલ છે. અભ્યાસક્રમ બનાવવામાં પ્રદાન : ધો.  ૧ થી ૫ માં ( જીસીઈઆરટી, એસ.એસ.એ.ના સહયોગથી બનેલ) હાલ ચાલતા નવિન  પ્રજ્ઞા અભિગમ “ (Activity Based Learning ) માં અભ્યાસક્રમ બનાવવામાં તમનું પ્રદાન રહયું છે, જેમાં કોર ટીમ મેમ્બર તરીકેની  કામગીરી કરેલ છે. તજજ્ઞ તરીકે : ગુજરાતના શિક્ષકોને અપાતી તાલીમમાં તજજ્ઞ તરીકે KRKRP, RP, M.T., CRG તરીકે તેમનું સક્રિય યોગદાન રહયું છે. શિક્ષકોને તાલીમબદ્ધ કર્યા છે. 

બાયસેગ : તેમણે બાયસેગ દ્રારા અંગ્રેજી તથા વાંચન  ગણન - લેખન સંદર્ભે લેશન આપેલા છે. સામાજિક સેવા : રોટરી કલબ, કલોલ, જાયન્સ ગ્રુપ, કલોલ, સુકૃત પરિવાર જેવી સંસ્થાઓ સાથે જોડાઈને શિક્ષણ, કુપોષણ, સ્વાસ્થ્ય, સફાઈ અને કુરિવાજો સામે કામ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે ૨૦૧૬ નો સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર તેમની શાળાને પ્રાપ્ત થયો છે. ઇનોવેટીવ ટીચર : શાળામાં કરેલ નવીન કાર્યો, નવિન પ્રયોગોને લઈને ડીસ્ટ્રીકટ, સ્ટેટ અને નેશનલ લેવલે તેમને સન્માન પ્રાપ્ત થયું છે. 


થર્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં સહભાગિતા : Third International conference on Creativity and Innovation  at Grassroots ની કોન્ફરન્સમાં તેમની ગ્રંથ મંદિર કૃતિ રજૂ થઈ છે. IIM અમદાવાદે શિક્ષણમાં નવિનીકરણ સંદર્ભે બનાવેલ કોર ટીમના હાલ તેઓ સદસ્ય છે. વળી, GCERT એ ઇનોવેશન સંદર્ભે બનાવેલી રાજયકક્ષાની ટીમના પણ  તેઓ સદસ્ય છે. 

પારિતોષિક : ૧. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ-તાલુકાક્ક્ષા ૨૦૧૫ 

૨ લીમ્કા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર 
૩. ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર 
૪. એશિયા બુક ઓફ રેકોર્ડ હોલ્ડર 
૫. કલોલમાં શિક્ષણ, કલા અને સામાજિક ક્ષેત્રે કરેલી કામગીરી સંદર્ભે રોટરી   
    કલબ, કલોલ કરેલ સન્માન. 
૬. સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટે શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરેલું સન્માન. 
૭. શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ- જિલ્લાક્ક્ષા ૨૦૧૬ 
૮. તાલુકા,જિલ્લા અને રાજ્ય શિક્ષકસંઘે કરેલું શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરેલું સન્માન. 


સંશોધન ક્ષેત્રે : વર્ગખંડમાં, શાળાના શિક્ષણમાં પડતી મુશ્કેલીના નિવારણ સંદર્ભે કરેલા સંશોધન તથા પધ્ધતિ અને શિક્ષણક્ષેત્રે પ્રચલિત અભિગમની યથાર્થતા ચકાસવા માટે તેમણે સંશોધનો કરેલ છે. અંગ્રેજી સંશોધનોનો ગુજરાતીમાં અનુવાદ, નૃત્ય, અભિનય, ચિત્ર, યોગા, કરાટે, વક્તૃત્વ, નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓનું કૌશલ્ય વિકસે તે માટે માર્ગદર્શન તથા પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. 
શિક્ષણમાં ટેકનોલોજીનો ઉપયોગ : શિક્ષણમાં ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ શરૂ કરાવ્યો. વિદ્યાર્થીઓને ડિઝિટલ સાક્ષરતા અભિયાનની જાહેર પરીક્ષાઓ અપાવી. મિડીયાએ લીધેલ નોંધ અને ઈન્ટરવ્યુ:

શિક્ષણમાં કરેલ પ્રોજેકટ અને નવિનીકરણ સંદર્ભે જી.ટી.પી.એલ., જી.આઈ.ઈ.ટી. અને દુરદર્શન પર જુદાં જુદાં કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા અને ઈન્ટરવ્યું લેવામાં આવ્યાં.લેખન :

જુદાં જુદાં સામયિકોમાં સ્ત્રીસશક્તિકરણ, કન્યા-કેળવણી, ભ્રૂણ હત્યા, શિક્ષણ અંતર્ગત લખેલાં છે. સ્ક્રીપ્ટ રાઈટીંગ પણ કર્યું છે. જુદાં જુદાં મોડ્યુલમાં લેખન કર્યું છે. પ્રાર્થના સંકલન પણ બહાર પાડ્યું છે. અખબાર જગતે, જુદાં જુદાં સામયિકો-વેબસાઈટે તથા દૂરદર્શને તેમના કાર્યની નોંધ લીધી છે.    

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી