इन शोध:1 रुचा भावेश

પાલનપુર સ્થિત વિદ્યામંદિર સ્કુલ માં અભ્યાસ કરતી ઋચા પંડ્યા.હાલ ધોરણ દસમાં અભ્યાસ કરે છે.સંગીતના શોલ્હ સાથે ઈલેક્ટ્રોનિક મીડિયામાં કારકિર્દી બનાવવાનું વિચારતી ઋચા નવતર વાતોને સમજવા અને તે માટે કશુક પ્રયત્નો કરવાનું તે સતત ચાલુ રાખે છે.
સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ અને સમાજ સેવાના કામ કરવાનું તેને ખૂબ જ ગમે છે.પરિવારમાં નાની બેન અને મમ્મી પપ્પા સાથે તે ડીસા રહે છે.સંગીતમાં ગાયન અને વાદ્યમાં પોતાની અનોખી કુનેહ ધરાવનાર ઋચાને ભણવા કરતાં સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં વધારે રસ છે.આસપાસ બનતી ઘટનાઓ અને તે અંગેની બાબતોનો અબ્યાસ કરવાનું વિશેષ શોખ ધરાવતી ઋચા નાની નાની સમસ્યાઓ માટે નાના નાના વિચારો કરવાનું સતત ચાલુ રાખે છે.
એક વખત એવું બન્યું.તેની સોસાયટીમાંથી એક ગાડીની ચોરી થઇ.પોલીસની કાર્યવાહી કરી પરંતુ ચોર પકડી ન શકાયા.ક્રીમ પેટ્રોલ અને એવી સીરીયલમાં મોબાઈલ લોકેશન ધ્વારા ગુહ્નો ઉકેલવામાં પોલીસને તેણે જોઈ હોઈ તેને એક વિચાર આવ્યો.ઋચાના કહેવા મુજબ જો ગાડી બનાવનાર કંપની ગાડી બનાવે ત્યારે જ તેમાં એક સીમકાર્ડ ફીટ કરીને જ આપે.આ સીમકાર્ડ એ રીતે ફીટ કરવું કે અન્ય કોઈને તે નાગે સમજ ન પડે.આ સીમકાર્ડનો નંબર તેની  ગાડી ખરીદનાર ને આપવાનો.આ ગાડીમાં આપેલ સીમકાર્ડનો નંબર ગાડીની આર.સી.બુકમા લખીને આપી શકાય. આ રીતે ખૂબ જ સરળ રીતે દરેક ગાડીને ટ્રેક કરી  શકાય.આમ જ્યારે આધુનિક સમયમાં ગાડીઓ અને ચોરીના બનાવ વધી રહ્યાં છે ત્યારે આ વિચાર ખૂબ જ અસરકારક બની શકે.આધુનિક સમયમાં મોટી અને મોઘી ગાડીઓ અને ગાડીની ચોરી બાબતે જે સમસ્યાઓ જોવા મળે છે.આ સમસ્યાના સમાધાન માટે અહી એક નવો જ વિચાર આપવામાં આવેલ છે.
ઋચાના જણાવ્યા મુજબ જૂની કે જીપીએસ વગરની ગાડીના માલિકો પણ કોઈ એક સીમકાર્ડની ખરીદી કરીને પોતાની ગાડીમાં રાખે.આમ કરવાથી તેમની ગાડી ચોરાય તોય ગાડીમાંના સીમકાર્ડને આધારે તે ગાડી સુધી પહોંચી શકાય.સમગ્ર ગુજરાતથી આવેલ અનેક નવતર વિચારો પૈકી ઋચાનો નવતર વિચાર આઈ.આઈ.એમ ખાતે આઈડીયા કોમ્પીટીશન માટે અંતિમ સોળ વિચારમાં પસંદ થયો.વંદે ગુજરાત ચેનલનો પ્રોમો ગાવા ઉપરાંત અનેક કાર્યક્રમના નિર્માણમાં સહયોગ કરી પ્રોફેશનલ ઓળખ ઊભી કરનાર ઋચા પંડ્યાને શુભકામના.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી