इन शोध:1 धारा परेश

અરવલ્લી જીલ્લાના ઇશાન ખૂણામાં આવેલ નાનું ગામ માલપુર.માલપુરની આ છોકરી અને તેનો પરિવાર છેલ્લા કેટલાક સમયથી મોડાસા ખાતે રહે છે.મોડાસાની કલરવ સ્કુલમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી આ નાની પરીનું નામ ધારા ભટ્ટ.ખૂબ જ ચંચલ અને તોફાની ધારા ભટ્ટ.ભણવાની સાથે તેને ડાન્સ અને ઇન્દોર ગેમ્સમાં ખૂબ જ રસ છે.અનેક સ્પર્ધાઓમાં ધારા ભાગ લઇ વિજેતા બનેલ છે.ચિત્ર ને ડાન્સમાં વિશેષ રસ ધરાવતી ધારા સતત નવા નવા વિચારો કરતી અને અમલી બનાવતી રહે છે.
એક વખત એવું બન્યું કે ધારા અને તેનો પરિવાર ગાડીમાં મુસાફરી કરી રહ્યો હતો.માર્ગમાં અકસ્માત થવાને લીધે ટ્રાફિક જામ થઇ ગયો હતો. ધારા અને તેના પપ્પા ગાડીમાંથી નીચે ઉતર્યા.તેમને અકસ્માત જોયો.ખૂબ જ ગમખ્વાર અકસ્માત જોઈ ધરતો જાને બેચેન જ થઇ ગઈ.જીવનમાં પહેલી વખત તેણે આ રીતે રોડ અકસ્માત અને મૃત હાલતમાં પડેલી લાશો જોઈ હતી.
આ અકસ્માત કોને કર્યો અને અકસ્માત કરનાર કોણ હતો તે અંગે અહી આસપાસ ઊભેલા લોકો  ચર્ચા કરતાં હતા.ગાડીમાં પરત આવી ધરાઈ તેના પપ્પાને વાત કરી. ‘પપ્પા,આ જે ગાડી અકસ્માત કરીને અહીંથી જતી રહી તેને કઈ રીતે પોલીસ પકડશે?’ધારાના આ સવાલનો કોઈ પાસે જવાબ ન હતો.આ જવાબને શોધવા ધારા જાણે મથામણ કરતી હતી.મંદિરથી દર્શન કરી પરત ફરતા ધારાના પપ્પાએ ગાડી રીવર્સ કરી.આ વખતે તેમની ગાડીમાં રીવર્સ કેમેરામાં પાછળથી શું આવે છે તે જોઈ શકાતું હતું.
પોતાની ગાડીમાં આવી સુવિધા જોઈ ધરાને વિચાર આવ્યો.ધારાએ પોતાનો વિચાર રજૂ કર્યો.ધારા કહે: ‘પપ્પા...આવા જ બે કેમેરા આગળની તરફ હોય તો કઈ ગાડી સામેથી આવી અને કઈ રીતે અકસ્માત થયો તે બધું જ રેકોર્ડ કરી શકાય.’ડીઝાઇનમાં ફેરફાર કરવાથી અકસ્માત અને તે અંગેની બીજી ચોક્કસ  જાણકારી પ્રાપ્ત કરી શકાય.

આ જ રીતે રીવર્સ કેમેરા પણ સતત ચાલુ રહે અને પાછળથી આવનાર ગાડીની વિગત પણ રેકોર્ડ કરી શકાય તેવા વિચાર સાથે ધારા સતત પેલા અકસ્માત અંગે જ વિચારતી હતી.ગુજરાતમાં જ્યારે આઈડીયા કોમ્પીટીશન કરવામાં આવી ત્યારે ૩૦૦ કરતાં વધારે વિચારો પૈકી આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે રજૂ થયેલ વિચારોમાં ધારાના આ વિચારની પસંદગી થઇ હતી.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી