इन शोध:1 चार्मी भावेश

બનાસકાંઠા જીલ્લાનું નાનુ શહેર ડીસા.બટાકા માટે અનોખી ઓળખ ધરાવતું શહેર. અહી ચાર્મી રહે.તેના પરિવારમાં એક મોટી બેન અને મમ્મી પપ્પા સાથે તે રહે.ઘરમાં સૌથી નાની અને સૌથી તોફાની છોકરી તરીકે તેની ઓળખ છે.ધોરણ છઠ્ઠામાં ચાર્મી અબ્યાસ કરે છે.ભણવારસ કરતાં તે આસપાસની વિગતો જાણવામાં અને જોવામાં વધુ ધરાવે છે.
ઘરના નાના મોટા કામ હોય તો પોતાની રીતે પૂર્ણ કરવામાં તેને વધારે રસ પડે છે.ભણવાની સાથે સાથે ચાર્મીને સંગીતમાં રસ પડે છે.ફિલ્મ ગીત હોય કે બાળગીત ચાર્મી સતત ગીત ગાતી ફરે છે.અત્યાર સુધીમાં તેણે અનેક વખત રેકોર્ડીંગમાં ગાયું છે. ચાર્મીએ જાહેર કાર્યક્રમોના ગીત અને ટયૂન ગાવામાં સહયોગ કરેલ છે.વંદે ગુજરાત ચેનલના પ્રોમો માટે ચાર્મી પણ જોડાએલ છે.આમ બહુવિધ પ્રતિભા ધરાવતી ચાર્મી સતત નવા નવા વિચારો કરે છે.
એક વખત એવું બન્યું.ચાર્મી ઘરમાં રમતી હતી.તેની મમ્મીને તેલના ડબામાંથી તેલ નાની બરણીમાં કાઢતી હતી.આ વખતે ચાર્મી એ જોયું તો તેલના ડબાને પકડવામાં અને તેલ કાઢવામાં ખૂબ અગવડ પડતી હતી. તેલના ડબામાં હવાના દબાણ ને લીધે તેલ બહાર પડે ત્યારે અનિયમિત જથ્થામાં પડે છે.
ચામીએ આ માટે તેલના ડબાને એક તરફ કાણું પાડીને તેની મમ્મીને તેલના ડબામાંથી તેલ કાઢતી જોઈ.તેને થયું ‘આ રીતે તેલને કાણું પાડવાથી તેલ સરળતાથી કાઢી શકાય છે.કામ પૂર્ણ થયું. આ તેલનો ડબો કાણો થઇ ગયો. અહી ચાર્મીના જણાવ્યા મુજબ તેલના ડબાને કાણું પાડ્યું હોઈ તેલના ડબાનો ફરી ઉપયોગ કરવો હોય કાણા વાળા ભાગનો ફરી ઉપયોગ કરવા ઉત્પાદકનો ખર્ચ વધી જાય છે.

ચર્મીના આ વિચારે તેલના ડબાની એક નવી જ ડીઝાઈન આપી. ગુજરાતમાંથી પસંદ થયેલ ૩૦૦ કરતાં વધારે વિચારો પૈકી આઈ.આઈ.એમ ખાતે આઈડીયા કોમ્પીટીશન માટે પસંદ કરવામાં આવ્યો. સમગ્ર ગુજરાતમાંથી ૧૯ વિચારકોની પસંદગી થઇ.ચાર્મીના નવતર વિચારને પણ અંતિમ યાદીમાં પસંદ કરવામાં આવ્યા.આ અંતિમ છ પૈકી ચાર્મીને પોતાના વિચારો માટે રાષ્ટ્રપતિ ભવન ધ્વારા તારીખ ૬ થી ૮ નવેમ્બર ૨૦૧૬ દરમિયાન ખાસ નિમંત્રણનું ગૌરવ પ્રાપ્ત થયું. ભણતાં ભણતાં અનેક વિચારો અમલી બનાવનાર ચાર્મી સતત વિચારોમાં રહી નવું નવું જોવાનું અને સમજવાનું ચાલુ રાખે છે. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી