इन शोध:1 गितांश राकेश


વિજયાદશમીની તિથી અને ૨૬ મી ઓકટોબરે જન્મેલ ગીતાંશ હાલમાં ધોરણ દશમાં અભ્યાસ કરે છે.  અભ્યાસ માટેનું વાતાવરણ ઘરમાં પ્રાપ્ય – માતા પિતા બંને શિક્ષક અને દાદા દાદી તથા ફોઈકાકા અને કાકી બધાએ તેનાબૌધિક વિકાસ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું.
બચપણમાં જ લખતા વાંચતા શીખતા પહેલા જ ફોઈના દીકરાની સંગતમાં રંગો સાથે રમવાનું એને  ફાવી ગયું હતું અને મૂળાક્ષરને ચોપડી પર ઉતરતા પહેલા જ પોતાની કલ્પનાઓની દુનિયા કાગળ પર ચીતરવા માંડી હતી. અને તે માટે સૌ કોઈની મદદ મળતી ગઈ. પિતાએ પહેલેથી જ ઠસાવી દીધું હતું કે ગુણ = માર્ક્સ” નહિ જીવન માટે ગુણ = જીવનના ગુણ” મહત્વના છે. પ્રાથમિક શાળામાં જ અવનવી પ્રવૃતિઓ ગરબા,ડાન્સ,સુલેખનદેડકા દોડ વિગેરે માં ભાગ લે જ.અને કેટલીકમાં પ્રવૃતિઓમાં તો એ ઈનામ  પણ મેળવે. એને ઇનામ કરતા વધુ પ્રોત્સાહન જે તે સ્પર્ધામાં ભાગીદારી કરવા માટે મળે. 
ગીતાંશના પર દાદી ચંચળબેન પણ શિક્ષિકા – એ વખતથી જ ઘરમાં જુદા જુદા પ્રકારના પુસ્તકો ખરીદાતા અને વંચાતા ! ઘરનું જુનું એક ટેબલ એક મીની પુસ્તકાલય જેટલી ચોપડીઓથી ભરેલું જ હોય. શારદાબા રામાયણ-મહાભારતની વાર્તાઓ વાંચી સંભળાવે એ સંભાળીને મોટા થયેલ ગીતાંશને જેવું વાંચતા આવડી ગયું પછી એ પુસ્તકોનો ઈજારો પ્રાપ્ત થઇ ગયો. અને વાંચવાની ધૂન એવી કે પોતાના પાઠ્યપુસ્તક કાંતો પડ્યા રહે ને અન્ય પુસ્તકો વંચાતા જાય. તારક મહેતાના ઉલટા ચશ્માં  જોવાનો અને વાંચવાનો બંને ચસકો – સાથે અબ્દુલ કલામની અગન પંખ પણ વાંચે ! હલકી ફૂલકી કોમેડી ફિલ્મો જોવા સાથે ઈંગ્લીશ મૂવીઝ પણ જોવાનું ગમે ! આમમુક્ત ઘડતરમાં એને બોલવાની અને રજુ થવાની પૂરી આઝાદી ! 
૨૦૧૬ માં જ આઈ.આઈ.એમ.એ. અબ્દુલ કલામના જન્મ દિન નિમિત્તે બાળકોના ક્રિએટીવ આઈડિયા કે જેમનાથી સામાન્ય જનનું જીવન સુગમ બને તે મંગાવ્યા ! ગીતાંશે પિતા પાસેથી સાંભળ્યું હતું કે હોટેલમાં ચાવીને બદલે સ્માર્ટકાર્ડથી દરવાજા ખુલે અને તેના વડે જ વીજળી શરૂ થાય તેથી ત્યાં કોઈ ભૂલમાં ય વીજળી બંધ કરવાનું ભૂલી ના શકે ! એને વિચાર્યું કે આતો દરેક ઘરને પોષાય જ નહિઅને ઘરમાંથી બહાર જતી વખત પંખા અથવા લાઈટ ચાલુ રહી જવું એ તો ઘણા બધા કિસ્સાઓમાં થાય છે. તેને લાઈટના સ્વીચ બોર્ડની ડીઝાઇનમાં લોહચુંબક ઉમેરી દીધું એટલે ત્યાજ દરેક વાહનની ચાવી ચોટાડી દેવાય – અને એ રીતે ઘરમાંથી બહાર જતી વખત હાથ સ્વીચ બોર્ડ તરફ જાય જ અને ચાલુ રહી ગયેલી સ્વીચ બંધ કરવાનું યાદ આવી જ જાય ! 
આ આઈડિયા માટે ગીતાંશ પ્રથમ આઈ.આઈ.એમ.એ.માં અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ભવન,દિલ્હીમાં યોજાયેલ વર્કશોપમાં આમંત્રિત કરાયો ! જ્યાં તેને પોતાના જેવા અન્ય બાળકો સાથે વિચાર ગોષ્ઠી કરી. “શિક્ષણના બાહ્ય ભાર વગર જીવતા જીવન શિક્ષણને જીવવાની વાત આપણે ગીતાંશના શિક્ષણમાં ચરિતાર્થ થતી જોઈ શકીએ છીએ. 


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી