इन शोध:1 निर्जर दवे



એમ કહીએ તો જરાય અતિશયોક્તિ ન લાગે કેમકે નિર્ઝરના માતાને ત્રણ બહેનો અને ભાઇ નહી...એમાં એમના ઘરે 22 વર્ષે નાના મહેમાનનું આગમન...   નાના-નાની અને બે માસી પાસે નિર્ઝરનો ઉછેર થયો. નિર્ઝરના   પિતા વિદ્યાસહાયક અને માતા ખાનગી શાળામાં કાર્યરત હોઇ  આર્થિક સ્થિતિ એટલી સારી નહતી. નિર્ઝર નાનાના ઘરે જ રહેતો. જેથી નાના-નાની અને બે માસીએ તેનો ઉછેર રાજકુમારની જેમ કર્યો. નિર્ઝર સમય જતાં બિમાર રહેવા લાગ્યો. તે રમતો હોય અને અચાનક જ તાવ ચડી જતો અવારનવાર આવી ઘટના બનતાં સારવાર અને દવાખાનામાં લગભગ સવા વર્ષ વીતી ગયુ . એક્ષ-રે, સોનોગ્રાફી , અલગ પ્રકારના રિપોર્ટ્સ આ બધુ જ કરાવ્યા પછી નિદાન થયું કે નિર્ઝરને યુરીન રિફ્લેક્શ નો પ્રોબ્લેમ છે.

આ નિદાન પછી નિર્ઝરના ઓપરેશનનો નિર્ણય લીધો . અમદાવાદની મેડીસર્જ હોસ્પિટલમાં 24 મે 2007 મા સવારે 9:00 કલાકે નિર્ઝરનું ડૉ. રાજ શાહ દ્વારા ઓપરેશન થયું .ઓપરેશન 4:00 કલાક સુધી ચાલ્યુ ત્યાર પછી ના 7:00 કલાક આ. ઇ. સી . યુ. મા . આ બધુ જોઇ સૌથી દુ:ખી નિર્ઝરના નાની હતાં.નિર્ઝરની માતાના શબ્દોમાં કહીએ તો...તે મારી તમામ દુ:ખદ પરિસ્થિયો મા મારી સાથે પડછાયાની જેમ રહી છે .પિતાનો આર્થિક સહારો તેમજ મક્ક્મ મનોબળે મને સહારો પુરો પાડ્યો છે.નબળી આર્થિક પરિસ્થિમા નવજીવન આપનાર મારા માતા પિતાની હુ સદૈવ ઋણી રહીશ. ઓપરેશનના 2 મહિના બાદ નિર્ઝર  તૈયાર થઇ ગયો.તેને  કોઇ જ બિમારી નહી . 11 માસની ઉમરે નન્દુ જ્યારે  ચાલતા શીખ્યો ત્યારે મારી મમ્મી આખાય રુમ મા ગાદલા પાથરતી જેથી પડે તો વાગે નહી તેને ખવડાવવા કલાકો તેની પાછળ ફર્યા કરતી તેને નવડાવતી, તેને સુવડાવતી .મોઘાદાટ રમકડા અને કપડા. આમ, નિર્ઝરનું બાળપણ ખૂબ જ વૈભવી રહ્યુ. ધીરે- ધીરે અમારી આર્થિક સંકડામણો  દૂર થતા તેની સવલતો  અમારા તરફથી પણ વધી”.

પ્રારંભિક શિક્ષણ :-

નિર્ઝરના ઘરની મુલાકાત લેવા જેવી.
ઘર એ જ વિદ્યાલયની સંકલ્પના સાચા અર્થમાં ચરિતાર્થ થતી નિર્ઝરના ઘરે જોઇ શકાય છે. ઘરની તમામ દિવાલો પર કઇને કઇ લખાણ અને ચિત્રામણ અચૂક જોવા મળે જ. ત્રણ વર્ષની ઉંમર થતાં પાલનપુરની અને ગુજરાતમાં  પણ સારી શાળાઓમાં નામના ધરાવતી વિદ્યામંદિરમાં પ્રારંભિક ઔપચારિક  શિક્ષણની માતૃભાષામાં  શરૂઆત કરી. નિર્ઝર શરૂથી જ અભ્યાસમાં તેજસ્વી છે. તેની જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ ગજબની છે. સતત પ્રશ્નો પૂછવા, સતત નવી જ  પ્રવૃત્તિ કરવી એ નિર્ઝરનો સ્વભાવ છે. હાલે તે ધોરણ 6 માં અભ્યાસ કરે છે. તેના માતાપિતા  શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી  ક્યારેય તેને અભ્યાસ માટે ફરજ પાડતા નથી. નિર્ઝરને બધા વિષય ભણવા ગમે, ગણિત સિવાય.

નિર્ઝરને તમામ રમતનો ખૂબ શોખ પરંતુ ક્રિકેટ તેના માટે શોખ નહી વ્યસન છે એવું કહી શકાય. પ્રવાસ કરવો, નવું-નવું જમવું વગેરે તેના શોખના વિષય છે. નિર્ઝરને મે- 2015 માં સૃષ્ટિ માટે મારા મારફત મારફત આઇઆઇએમ અમદાવાદ ખાતે આઇડિયા કૉમ્પિટીશનમાં ભાગ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું.તેના વિચારોને નવો આયામ પ્રાપ્ત થયો. તેણે આ આઇડિયા કૉમ્પિટીશનમાં સેન્સર આધારિત ઓરણીનો વિચાર આપ્યો જેને ડૉ. અનિલ ગુપ્તાસાહેબે જોરદાર વધાવી લીધો. આજ વિચારને લઇને 15 મી ઑક્ટોબર 2016 કલામસાહેબના જન્મદિવસે આઇઆઇએમ અમદાવાદ ખાતે સૃષ્ટિ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
     
તારીખ થી  8 નવેમ્બર દરમિયાન નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન-દિલ્હી ખાતે CREATIVITY WORKSHOP માં હાજર રહી ભાગ લીધો. જેમાં 6 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ ભવનમા6 યોજાયેલ સમારોહમાં હાજરી અપવાનું સદભાગ્ય સાંપડ્યું.નવતર વિચારને કારણે  ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા નિર્ઝરનું   NATIONAL CHILD  AWARD FOR EXCEPTIONAL ACHIEVEMENT 2016  (SILVER MEDAL ) થી 14 મી નવેમ્બર ( બાલદિન) ના દિવસે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી ના હસ્તે સન્માન પ્રાપ્ત થયું.આ સિવાય નિર્ઝર અન્ય ચાર નવાચાર પર કાર્ય કરી રહ્યો છે.
આ ઉપરાંત..... 
નિર્ઝર બનાસકાંઠા જિલ્લા અંડર – 14 ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ છે.
નગરકક્ષાની વેશભૂષા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ છે. નિર્ઝર પોતે મોટા થઇને વૈજ્ઞાનિક બનવાનું સપનું જુએ છે. નિર્ઝર કુટુંબપ્રેમી વ્યક્તિત્વ ધરાવે છે અને સ્વભાવે લાગણીશીલ છે.તે તેની નાની બહેન મૌલીને ખૂબ ચાહે છે.
 
તેનું ઘરનું નામ નંદુ.તેની ઉમર 3વર્ષ ની થતા વિદ્યામંદિર જેવી સંસ્થા માં અમે તેને મુક્યો . બાલમંદિરના બે વર્ષમાં તેનો ખુબ જ વિકાસ થયો જોકે નન્દુ બહુ જ એક્ટીવ છે . એને હંમેશા કંઇક નવુ જોઇએ જ અત્યારે નંદુ  ધોરણ 6 માં અભ્યાસ કરે છે . મારા પતિનો એવો આગ્રહ છે કે બાળકનં શિક્ષણ તો માતૃભાષા માં જ થવુ જોઇએ. તેમના આગ્રહને વશ થઇ ને જ તેને ગુજરાતી માધ્યમ માં મુક્યો. અભ્યાસમાં તે તેજસ્વી છે. અમો તેને ક્યારેય અભ્યાસ માટે ફરજ પાડતા નથી. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી