आजसे इतना करेंगे...

બે મિત્રો...પતિ પત્ની...વ્યવસાઈ કે પ્રેમી.દરેક ને આ એક સરખું લાગુ પડે છે.કેટલાક મિત્રોએ સાથે મળી આ વિગત તૈયાર કરી છે.આશા રાખીએ કે જે આ વાંચે તે તો અમલ કરે જ.અહીં કેટલીક વસ્તુઓ આપ ફેરફાર કરો કે ન કરો.સરખી જ લાગું પડશે.


જુઓ...થોડો ફેરફાર કરવાનો અને આપ જે વ્યક્તિના સંદર્ભમાં આ વિચારતા હોય તેનું નામ લખી આ વિગત તે વ્યક્તિને મોકલી આપવી.તે સમયે એવું લખવું કે આપણા બંને માટે આ વિગતો છે.અને એ વિગતો આપણે ચોક્કસ રીતે અમલિયા બનાવાશું.

આ વિગત અહીં રજૂ કરતાં પહેલા અનેક મિત્રો સાથે શેર કરી છે.કેટલાકે એવો અભિપ્રાય આપ્યો કે આ વિગત મને જ સીધી લાગુ પડે છે.આ મારા માટે જ છે.અને છતાંય હું આ વિગત અન્યને નામે આપી શકું કે કહી શકું છું.એ લખવા અંગે કે રજૂઆતની શૈલી હોઈ શકે.મનેતો એટલી જ ખબર છે કે અમે આ વિગતો તૈયાર કરી છે.આપ એને સુધારી શકો.અહી કોઈ કોપી રાઈટ નથી.'ગાય એનું ગીત' બસ એવું જ કશુક આ વિગત માટે છે.અમલ કરે તેની વિગત.અમલ કે તેને માટેનું લખાણ.અહીં કોઈ ક્રમ લખેલ નથી.કારણ કે કોઈને કશું ઉમેરવું હોય કે રદ કરવું હોય તો એડિટ કરતાં ખાસ મથામણ કરવી ન પડે.આશા રાખું છું.આપે અહી ક્લિક કર્યું જ છે તો આપ અવશ્ય વાંચશો.અને આપણે અનુકુળ હોય તેવા મુદ્દા પસંદ કરી આપના જીવનમાં અમલી બનાવશો.અહી આપ વાંચવાનું શરુ કરતા પહેલા અહી  પંક્તિ લખવા માંગુ છું.આ બંને પંક્તિ અમલ થાય કે ન થાય.હા...વાંચવાની મજા પડે એમ છે....

तू जिन्दा हैं तो जिंदगी की जित पर यकीं कर,अगर कहीं हैं स्वर्ग तो उतर ला जमीं पर!



ગુસ્સો ન કરીએ.

રોજ નવું કશુંક પણ વાંચીએ.

દરેક નિર્ણય શાંતિથી જ લઈએ.

જાહેરમાં ક્યારેય ગાળ ન બોલીએ.

ક્યારેય કોઈ કામ પેન્ડીગ ન રાખીએ.

એવું ન જ બોલીએ જે લખીને નીચે સહી ન કરીએ.

નક્કી કરેલ કામ ને વળગી રહીએ અને પૂર્ણ કરીએ.

માતા પિતાનું સન્માન કરીએ અને સન્માનનો આગ્રહ જાળવીએ.

પોતાના કામથી ક્યારેય સંતોષ ન માનીએ અને કામથી ન થાકીએ.

નવા વિચારો લાવીએ અને તે ઉપર ગંભીરતાથી કામ કરીએ.કામ લઈએ.

દિવસમાં એક વખત હિન્દી અને અંગ્રેજીમાં કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરીએ.

શક્ય એટલી વધુ કરકસર કરી આ બચત જરૂરિયાત હોય તેને મદદ માટે વાપરીએ. 

એવું વર્તન ન કરીએ જેથી સાથે જોડાયેલ વ્યક્તિ કે વ્યક્તિઓને ક્યાંય સાંભળવું પડે.

ગમતી વ્યક્તિને ચોક્કસ સમય ફાળવીએ અને મળવા માટે સમયનું આયોજન કરીએ.

દરરોજ કોઈ એક વ્યક્તિને મદદ કરીએ અને રાત્રે સૂતી વખતે તે વ્યક્તિને યાદ કરીએ.

કોઈ એક વખતે આપણાં દ્વારા બોલાએલ વિગતે આપણાં જીવન સાથે જોડેલું રાખીએ.

બીજા ને ગમે તેવું કરીએ. હા,સામેની વ્યક્તિને ગમાડવા આપણી સ્વતંત્રતા ન જોખમીએ.

લાચાર થવાને બદલે લાચારીને હંફાવીએ અને તેને પણ આપણા હોવાનો અહેસાસ કરાવીએ.

કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની મદદ કરી હોય તે અંગે  જાહેરમાં ક્યારેય ન બોલીએ.

બીજા માટે રોજ ખાસ કશું ક કરીએ જે એ દિવસ માટે જ હોય સાથે એ કામ અંગે જાણ કરીએ.

જેની સાથે કોઈ પણ રીતે આપણે જોડાયા છીએ તેની  સાથેની  વાત અને પરિસ્થિતિ ને સમજીએ.

વાત કે સ્થળ છોડતાં ક્યારેય બાય ન બોલીએ.ફરી મળીશું કહી વાત અટકાવીએ કે સ્થળ છોડીએ.

કેટકીલ વાતો ને જીવનમાંથી ભૂલી જઈએ અને તે અંગે નજીકની વ્યક્તિને સતત જણાવતાં રહીએ.

ઘર અને પરિવારના સભ્યો સાથે કોઈ એક રમત રમીએ.આ રમત અંગે શક્ય હોય તો નોંધ રાખીએ.

જો કોઈ વ્યક્તિ આપણને સમય,સન્માન,પ્રેમ કે લાગણી આપે ત્યારે તેની દરેક વાત ને આદર આપીએ.


નિયમિત છાપું વાંચીએ અને સારા લેખો પરસ્પર શેર કરીએ.રોજ હિન્દી અને અંગ્રેજી સમાચાર સાંભળીએ.

રોજ કોઈ એક વ્યક્તિ ને કોલ કરી તેના ખબર લઈએ અને તેમની સાથે શાંતિથી વાત કરવા સમય ફાળવીએ.

કામ માટે કાનને અને આદેશ માટે આંખના નિર્ણયને જ મહત્વ આપીએ.દરેક પાસેથી શીખવાનો આગ્રહ રાખીએ.

જીવનમાં એક વખત આવેલ વ્યક્તિને કાયમ માટે યાદ રાખીએ અને તેને કાયમી શુભકામના વીશ કરતાં રહીએ.

વાતચીત દરમિયાન ગમતી કે આદર પાત્ર વ્યક્તિને I Love U કે ડાર્લીંગ જેવા શબ્દોથી વાતમાં જાળવી રાખીએ.

વ્યક્તિગત જીવન અને જાહેર જીવનનો ભેદ સમજી જીવનને યોગ્ય હોય અને જીવંત કરી શકે તેવા  નિર્ણય કરીએ.

કોઈ પણ પવિત્ર સ્થળ,ઘટના કે પરિસ્થિતિને સતત વાગોળીએ અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા જાળવીએ અને વિશ્વાસ જગાવીએ.

વિરલ વ્યક્તિત્વ હોવાનું દેખાય એ જીવનનો હિસ્સો છે. વ્યવસ્થાને જાળવીને જ જીવનમાં હિંમત લાવી નિર્ણય લઈએ અને આ નિર્ણયને ટકાવીએ.



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી