મારા એક... નહીં મારો એક મિત્ર સંજય રાવલ. અમદાવાદનો ચાણક્ય. કારણ ચાણક્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવે. ફેઇસ બુકમાં હું એમનો ફોલો કરું છું. જ્યારે એ લખે, સરસ જ લખે. ઘણી વખત એવું થાય કે આ વિગત હું મારા બ્લોગમાં લખું. થાય એવું કે બેઠું લખવું મને ન ગમે. કારણ બ્લોગ મારો છે. આ વખતે સંજય રાવલે એવું લખ્યું કે મને સીધું જ અહીં મૂકવાનું મન થયું. આ કારણે સંજયભાઈ ને મેસેજ કર્યો. એમણે મને લખવા સૂચના આપી. એમની વિગત અહીં હું આપને માટે લખું છું. હવે સંજયભાઈ રાવલની વાત... એક દિવસની વાત છે. સંજય રાવલને કોર્ટમાં જવાનું થયું. બીજા એક જિલ્લામાં જવાનું થયું. જીલ્લો દૂરનો હતો. આ જિલ્લાની સેશન્સ કોર્ટમાં મારે હજાર રહેવાનું થયું. એમની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે ત્યાં જવાનું હતું. એના જન્મતારીખના પુરાવા તરીકે વય પત્રક લઈ હાજર રહેવાનું થયું. કોર્ટ અને વિદ્યાર્થીના નામનો ઉલ્લેખ કેટલાક કારણોસર એમણે કર્યો નથી. આતો માસ્તર. સમય સર પહોંચી ગયા. તે કોર્ટની અંદર પ્રવેશ્યા. ન્યાયાધીશ સાહેબની સામે જઈ ઊભો રહ્યા. એમને જોઈ ન્યાયાધીશે પૂછ્યું, "તમે?" મેં કહ્યું, "નમસ્તે સર, હું શાળાનો પ્રિન્સિપાલ છું. આજે અહી
Comments