એ પગલાં મારાં છે...
એક યુવાન.
ખૂબ જ મહેનત કરે.
ભગવાનમાં પણ માને.રોજ પૂજા પાઠ કરે.
સખત મહેનત કરવા છતાં...!
યુવાન બધી જ દિશામાંથી નિરાશ થતો.
એને કેમેય કરી ને સફળતા ન મળે.ઘરની જવાબદારી પણ તેની.ઘરમાં બાળકો અને ઘરવાળીનો એક જ આશરો એટલે આ યુવાન.
કાળી મજુરી કરવા છતાં ઘરને ચલાવવા માટે તે ખૂબ જ ટૂંકો પડતો.એક દિવસની વાત છે.આખો દિવસ કામ કરી ઘરે આવેલ આ યુવાન થાકી ગયો હતો.ખાધું ન ખાધું કરીને તે સુઈ ગયો.રાતે તેને સપનું દેખાયું.આ સપનામાં તેને દરિયાનો કિનારો દેખાયો.દરિયા કિનારાની રેતીમાં તેને બે પગ દેખાતા હતા.આ પગ ધીરે ધીરે આગળ તરફ વધતા હતા.યુવાન ને થયું.આ હું છું.મારી મદદમાં કોઈ નથી.આ મારા જ પગ છે.મારી પાસે તો શું! દૂર દૂર કોઈ નથી.
યુવાન સપનાની વાતને તેના જીવન સાથે જોડતો હતો.થોડી વાર પછી તેને એકદમ પાસે બીજા બે પગ દેખાયા.થોડી વારતો યુવાન ને માનવામાં જ ન આવે કે તેની સાથે કોઈ ચાલે છે. રેતીમાં તેના બે પગ દેખાતા હતા.સાથે બીજા બે પગ ચાલતા હતા.થોડી વાર જોયા પછી તેણે બૂમ પાડી.'અરે!મારી સાથે કોણ ચાલે છે?'આ સાંભળી તેને ટૂંકો જવાબ સંભળાયો. 'હું ભગવાન'યુવાન ખૂશ થયો.તે વિચારતો હતો. 'જે હશે તે...હાલ તો ભગવાન મારી સાથે છે.હવે કોઈ ડર નથી.જે થશે તે સારું થશે.થોડોક સમય ચાર પગ એક સાથે ચાલતા દેખાયા.
થોડો સમય પસાર થયો.બસ! થોડી જ વારમાં ફરીથી બે પગ દેખાવવા શરુ થયા.યુવાન ને ફરીથી ચિંતા થવા લાગી.તેણે ફરીથી બૂમ પાડી.અરે!કહી શકાય કે રાડ પાડી.અરે...રે...હું ફરી એકલો થઇ ગયો છું.ભગવાન પણ મને મારા ભરોસે છોડી ગયા છે.અહી ફરીથી અવાજ સંભળાયો.એ ભગવાનનો અવાજ હતો. ' ભગવાન કહે: 'અરે! યુવાન આ મારા જ પગ છે.તારી સાથે આજે તકલીફ છે તો મેં તને ઊંચકી લીધો છે.છોડી દીધો નથી.એ પગ મારા જ છે.હું તારી સાથે જ છું.હું તને એકલો નહિ પાડવા દઈશ નહિ.'આ અવાઝ સાંભળતા જ તે એક દમ જાગી ગયો.બાજુમાં જ તેની નાની છોકરી ઉંગમાં જ હસતી હતી.
Comments