ભારતની તેને નફરત થઇ...


ડેવિડ હેડલી.મૂળ પાકિસ્તાનનો નાગરિક.આજકાલ હેડલીના અનેક  નિવેદન ચર્ચામાં છે.વાત શરૂં થાય ૧૯૭૧માં.ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું.ભારતની સેના પાકિસ્તાનનો ભૂક્કો બોલાવતી હતી.ભારતીય હવાઈ દળ ધ્વારા સેનાએ જોરદાર બોમ્બમારી કરી હતી.ભારતે તેને જમીન અને હવાઈ સેના ધ્વારા જેટની તૈયારી કરવામાં આવી હતી.આ યુદ્ધ ભારત જીત્યું.આ યુદ્ધમાં દાઉદ ગીલાની નામના વિદ્યાર્થીની શાળા ઉપર પણ બોમ્બમારી થઇ હતી.આખી શાળા ભૂક્કો થઇ ગઈ હતી.આ શાળાનો વિદ્યાર્થી એટલે દાઉદ ગીલાની.આ વિદ્યાર્થી  એટલે છોટા દાઉદ.આ વિદ્યાર્થી એટલે ડેવિડ હેડલી. ડેવિડ હેડલી અત્યાર સુધી આ ત્રણ નામ સાથે ઓળખાતો રહ્યો છે. ભારતને કટ્ટર દુશ્મન માનનાર ડેવિડ હેડલી.આજથી ચૌદ વર્ષ પહેલાં એટલેકે વર્ષ ૨૦૦૨માં પાકિસ્તાન ખાતે ડ્રગ્સના કેસમાં પકડાયો.

અહીંથી તો જાણે તેને લોટરી લાગી.જેલમાં તેની મુલાકાત આઈએસઆઈએસ સાથે થઇ.પાકિસ્તાની બાપ અને ફોરેનર માનું સંતાન હેડલી. .દેખાવમાં વિદેશી લાગે. આ રંગ અને ભારેખમ શરીરને લીધે હેડલીને  પસંદ કરવામાં આવ્યો. મેજર અલીએ હેડલીની મુલાકાત આઈએસઆઈએસ સાથે જોડાયેલ મેજર સાથે કરાવી.લશ્કરે તોયબા અને પાકિસ્તાની મીલેટરી ધ્વારા તેની પસંદગી થઇ. સાજીદ મીર નામના વ્યક્તિએ દાઉદ ગીલાનીમાંથી તેને ડેવિડ હેડલી બનાવ્યો.બધાં જ ખોટા દસ્તાવેજ બનાવવામાં પાકિસ્તાને હેડલીને  મદદ કરી.

દાઉદ ગીલાનીમાંથી છોટા દાઉદ અને ત્યાંથી ડેવિડ હેડલી બની  તે ભારત આવ્યો.ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો આ હેડલીએ કાર્યો.હેડલી અનેક વખત ભારત આવ્યો.તેનું રીપોર્ટીંગ લશ્કરે તોયબા અને અન્યને કરતો.તે હાફિજ સઈદને નાનામાં નાની વિગત જણાવતો. પોતાની શાળા ઉપર બોમ્બમારો કરનાર દેશને તબાહ કરવા માટે તેને પાકિસ્તાનને સિત્તેર લાખની મદદ કરી હોવાનું કબુલ્યું છે. જે દેશે એક ગુનેગારને ભારત સામે લડવા પસંદ કાર્યો.તે પાકિસ્તાન બીજું તો શું ન કરી શકે? અત્યાર સુધી પકિસ્તાન આપણી વાત માને જ નહિ.અરે! આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતને આંતકવાદ માટે ગુનેગાર ઠેરવનાર પાકિસ્તાન આખી દુનિયામાં હેડલીના નિવેદનને કારણે ફસાયું છે.આજે સરકારી ગવાહ બનેલો હેડલી એ શરત કરે છે કે હું સરકારી ગવાહ તો જ બનું જો મને ભારતમાં ન મોકલાય.આ શરતે આજે તપાસ દરમિયાન ડેવિડ હેડલી પોપટની માફક બોલી રહ્યો છે.જોઈએ પાકિસ્તાને બીજું શું શું કર્યું હતું તે જાણવા મળશે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી