પહેલી આવક ધાઈમાતાને:આજે અનોખું સરોવર.





એક નગરની એક વાત છે.દરભંગા નામનું નગર. અહીં શંકર મિશ્ર થઇ ગયા.સંસ્કૃતના તે વિદ્વાન હતા.આખી દુનિયાના લોકો તેમની પાસે સંસ્કૃત શીખવા માટે આવતાં હતા.તેમનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો.તેઓ જયારે તેમની માતાને ધાવતા હતા એ સમયની આ વાત છે.શંકર મિશ્રાને સાચવવા એક મહિલા આવતી હતી.ગુજરાતી ભાષામાં ધાવતા બાળકની દેખરેખ રાખતી સ્ત્રી માટે ધાવમાતા શબ્દ વપરાય છે.કેટલીક જગ્યાએ તેને માટે ‘દાઈ’શબ્દ વાપરવામાં આવે છે.
દરભંગામાં બ્રાહ્મણના ઘરે આ મહિલાકામ કરતી.શંકર મિશ્રની દેખરેખ રાખવાનું તેમનું મુખ્ય કામ હતું.શંકર મોટો થાય એટલે તે કમાય તેની પહેલી આવક ધાવમાતાને આપવાનું નક્કી કર્યું હતું.શંકર મિશ્રની માતા કહેતા કે ‘મારો શંકર કમાય તેની પહેલી આવક આ ધાવમાતાને આપવી છે.’
આમ કરતાં કરતાં શંકર મિશ્ર મોટા થયા.કિશોર શંકર મિશ્ર સંસ્કૃતના પંડિત તરીકે પોતાની ઓળખ ધરાવતા થઇ ગયા. રાજાના દરબારમાંથી શંકર મિશ્રને નિમંત્રણ આવ્યું હતું.શંકર મિશ્ર દરબારમાં હાજર થયા.અહીં તેમને સંસ્કૃતની કવિતાઓ,શ્લોક અને પંક્તિઓનું ગાન કર્યું.દરબારમાં સૌને સંસ્કૃતની સાચી સમજ આપી.આખા દરબારમાં તેમની વાહ વાહ થઇ ગઈ.રાજાએ શંકર મિશ્રને એક હાર ભેટ આપ્યો.રાજાનો હાર.નવલખો હાર.શંકર તો આ હાર લઇ સીધા જ તેમની માતા પાસે પહોંચી ગયા.
રાજાએ ભેટ આપેલો હાર.દીકરાની પહેલી કમાણી મોટી હતી.તેમની માતાએ તુરંત જ ધાવ માતાને બોલાવીને આપી દીધો.ધાવમાતા આવ્યાં.તેમણે રાજાના હારની વાત જાણી.‘મારે આ નવલખો હાર લઈને શું કામ છે!? આટલી બધી તો મારી જરૂરીયાત નથી.મારે આ હાર જોઈતો નથી.’ આમ કહી ધાવ માતાએ હાર પાછો આપી દીધો. ધાઈમાતાએ હાર પાછો આપ્યો. શંકર મિશ્રની માતા પણ આ હાર લેવા તૈયાર ન હતાં.તે કહે: ‘શંકરનો જન્મ થયો ત્યારથી તમને કહ્યું કે શંકરની પ્રથમ કમાણી તમને આપીશું.આજે આ હાર મોઘો છે એટલે તમને ન આપીએ તે ન ચાલે.’શંકરની માતા હાર આપવા જ માંગતા હતાં.
કોઈ હાર લેવા તૈયાર ન હતું.આપનાર ને આપવો હતો.લેનાર હાર લેવા તૈયાર ન હોઈ હવે શું કરવું તેની ચર્ચા ચાલતી હતી.આમ કરતાં કરતાં સમય પસાર થયો.છેવટે આ હાર વેચીને તેના પૈસામાંથી એક વિશાળ સરોવર તૈયાર કરવામાં આવ્યું.આજે પણ દરભંગામાં આ તળાવને જોવા લોકો આવે છે.આજે આ તળાવને દાઈ-ધાઈ ના તળાવ તરીકે ઓળખવામાં આવે છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર