પહેલો મહિનો માર્ચ...




કેલેન્ડરમાં  બાર મહિના છે.તેમાંય વિવિધ પ્રકારના કેલેન્ડર છે.વિક્રમ સંવત ૨૦૭૨,હિજરીસન ૧૪૩૭,પારસી શહેનશાહી ૧૩૮૫ અને ઈસવીસન ૨૦૧૬.આ ઉપરાંત પણ વિશ્વમાં અનેક પ્રકારના કેલેન્ડર જોવા મળે છે. વાત જાણે એમ છે કે જે રાજા હોય તેનું કેલેન્ડર અમલી થતું. આ મુજબ કુલ ૭૬૦૦૦ કરતાં વધારે કેલેન્ડર અમલી હતાં.સમય પસાર થતો ગયો.એક સમય એવો આવ્યો. દુનિયાના મોટા ભાગના પ્રદેશમાં ખ્રિસ્તીઓનું રાજ હતું.એક રાજા અને તેનાં પ્રાંતમાં જુદાં જુદાં કેલેન્ડર કાર્યરત હોય તે કેમ ચાલે? આજથી ૨૦૧૬ વર્ષ પહેલાં એક જ કેલેન્ડર અમલી બનાવવા પ્રયત્નો થયાં.ખગોળ વિદ્યાના જાણકાર લોકો ભેગાં થયાં.આખી દુનિયામાં જેમ લંબાઈ અને વજનનું એક સરખું માપ નક્કી થયું એમ જ કેલેન્ડર પણ એક જ નક્કી કરવામાં આવ્યું.

આ પહેલાં દુનિયાના દેશો અંગ્રેજી કેલેન્ડર મુજબ પોતાનો વહીવટ કરતાં હતાં.હા,વર્ષના ૩૬૫ દિવસ નક્કી હતાં.પરંતુ ભૌગોલિક રીતે આ દિવસોને કોઈ એક માળખું ન હતું.કેટલીક વખત વર્ષના કુલ દિવસો ૩૬૬ થતાં.ક્યારેક આ દિવસો ૩૬૫ થતાં હતાં. થોડો સમય આવું ચાલ્યું.વર્ષના દિવસો ૩૬૬ થાય તો એક દિવસ ઓછો કરવો.આમ કરવા માટે છેલ્લો મહિનો પસંદ કરવામાં આવતો.

હવે તમને થાય કે આ વાત ખોટી છે.તે સમયે વિજ્ઞાનિક એકડીને આધાર રાખી મહિના ગોઠવવામાં આવ્યાં.જૂઓ,કાર્બન ડાયોક્સાઈડ.એટલે ‘સીઓ ટૂ’ ટૂ એટલે એકટા.તે સમયે બીજો મહિનો એપ્રિલ. ‘સીઓ થ્રી’ એટલે મેટા.એટલે મે.સીઓ ફોર એટલે જોકટા એટલે જૂન.આ રીતે દરેક મહિનાના નામ પડ્યા.છેલ્લે બારમો મહિનો ‘સીઓ ૧૨’ ફેકટા એટલે ફેબ્રુઆરી. આમ પણ કેટલાંય વર્ષો ચાલ્યું.ગેલેનીઓ નામનાં ખગોળ શાસ્ત્રીને જણાયું કે ફેબ્રુઆરીએ માહિનામાં દર ચાર વર્ષે એક દિવસ વધે  છે.આ સમયે તેમણે દુનિયાના કેલેન્ડરની દશા અને દિશા નક્કી કરી.છેલ્લે સેટલમેન્ટ માટે તૈયાર રાખેલ બારમાં મહિનાને બીજા મહિના તરીકે ગોઠવી દેવામાં આવ્યો.

આ રીતે આજે આપણે આખી દુનિયામાં એક સરખું કેલેન્ડર વાપરીએ છીએ.આ વાતને ૨૦૧૬ વર્ષ બે મહિના અને સાત દિવસ થયાં. દુનિયામાં છેલ્લો મહિનો ડીસેમ્બર થયો.જે ખરેખર તો દસમો મહિનો હતો. ‘સીઓ ટેન’ ડેકટા કે ડોકટા એટલે ડીસેમ્બર. તો બોલો કેલેન્ડરનો પહેલો મહીઓ કયો?


Comments

Unknown said…
Dear Bhaveshbhai, it's nice to read about calendar history in brief. For more detail, in Gujarati, I reference GANIT DARSAN of GYAN GANGITRI SHRENI published by SP University...thanks.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી