મારું ઇનોવેશન:મારાં વિદ્યાર્થીઓ...ગુજરાત રાજ્ય.એક અનોખું રાજ્ય.ત્રીસ હજાર કરતાં વધારે સરકારી પ્રાથમિક શાળાઓ.બે લાખ કરતાં વધારે શિક્ષકો.સામાજિક અને ભૌગોલિક ભિન્નતા ધરાવતું ગુજરાત રાજ્ય.આવા રાજ્યમાં કામ કરતાં શિક્ષકો.જે તે સ્થાનિક પરિસ્થિતિ વચ્ચે તેઓ શૈક્ષણિક કાર્ય કરી રહ્યાં છે.અનેક નવતર તરકીબો અને પ્રવૃત્તિઓ ધ્વારા કેટલાંય શિક્ષકો રસપ્રદ કાર્ય કરે છે.આ શિક્ષકો ધ્વારા થતાં નવતર કાર્યોની નોંધ થઇ શકે.આવા શિક્ષકોનું સમૂહ ક્રિયાન્વિત થાય તે માટે આઈ.આઈ.એમ અમદાવાદ કાર્યરત છે. વર્ષ ૨૦૧૩ના ‘વાયબ્રન્ટ સમિટ’મા આઈ.આઈ.એમ અમદાવાદ ઉપરાંત ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ’(GCERT) અને ‘ગુજરાત શૈક્ષણિક નવીનીકરણ આયોગ’ ધ્વારા નવતર કાર્યો કરતાં શિક્ષકોને શોધવાનું કામ આરંભ્યું છે.શાળાઓમાં કાર્યરત શિક્ષકો ધ્વારા અનેક નવતર કાર્યો  થાય છે.અનેક સમસ્યાઓ કે શીખવા શીખવા શીખવવાની વિગતો અને તેને આધારે પ્રવૃત્તિઓ કે વિશેષ આયોજનો થાય છે.શિક્ષણ કાર્યમાં આવતી સમસ્યાઓ અને તેના સામે પરિણામ લક્ષી આયોજન સાથે કેટલાંય શિક્ષકો કાર્યરત છે.તેઓના કાર્યોને મુખ્યત્વે બે પ્રકારે જોઈ શકાય.
વિષય આધારિત ઇનોવેશન:
ગુજરાતી,હિન્દી,સંસ્કૃત કે અંગ્રેજી ભાષા ઉપરાંત ગણિત,વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી કે અગવડને દૂર કરી  શકાઈ હોય.આ માટે કરેલ પ્રવૃત્તિ,ફેરફાર કે અધ્યાપન સામગ્રી  કે વિચારના સંદર્ભે કશુંક નવતર વિચારેલ હોય,અમલી કરેલ હોય અને તેનું પરિણામ મળ્યું હોય તેવી વિગતોને આ પ્રકારમાં જોઈ શકાય છે..
સમૂદાય સાથેનું  ઇનોવેશન:
કન્યા કેળવણી માટે થયેલ ઇનોવેશન આધારિત કાર્યો.તે માટેની વિગતો,આયોજનો,સંકુલ વિકાસ કે ભૌતિક સંદર્ભમાં થયેલ કાર્યો માટેના નવતર આયોજનો.રાઈટ ટૂ એજ્યુકેશનના ધ્યેય માટે થયેલ કાર્યો.અંતરીયાળ વિસ્તાર કે પ્રદેશમાં થયેલ વિશેષ પ્રયત્નો.મહિલાઓ ધ્વારા અમલી બનાવેલ વિચારો  અને પરિણામને અહીં  મૂકી શકાય છે.
નવતર પ્રયોગ કોને કહીશું?
·         શિક્ષણ કાર્યને પ્રભાવિત કરે.
·         સમજ,અર્થગ્રહણ અને ઉપયોજન માટેનો વિચાર.
·         અસરકારક રીતે ચકાસણી  અને ઉપચાર કાર્યનો વિચાર.
·         પ્રક્રિયાની સરળતા અને પરિણામની  સ્પષ્ટતા માટેનો  વિચાર.
·         સમજ સાથેનું જોડાણ અને તેના શૈક્ષણિક ઉપયોજન માટેની વિગતો.
આ ઉપરાંત શિક્ષણ અને સંસ્થા તેમજ સરકારને અમલીકરણમાં ઉપયોગી જાણકારી કે તેની વિગતોને ઇનોવેશન તરીકે જોઈ શકાય છે.કોઈ પણ કાર્યને નવા વિચાર સાથે અમલી બનાવવું અને તેને પરિણામ સુધી પહોંચાડવાની પ્રક્રિયાને ઇનોવેશન તરીકે ઓળખી શકાય.
ઇનોવેશન કઈ રીતે રજૂ કરવું:
·         અનુભવેલી સમસ્યા કે જરૂરીયાત સ્પષ્ટ હોવી જોઈએ.
·         સમસ્યા અને તેના હળ માટે કરેલ પ્રયત્નો સ્પષ્ટ રીતે લખેલ જોઈએ.
·         સમસ્યા તે માટેની  દરેક વિગત અને અમલીકરણ માટે વિચારો સ્પષ્ટ હોવા જોઈએ.
·         શીખવા શીખવવાની ગુણવતા અને પરિણામની વિગતો અને આધાર સ્પષ્ટ હોવા જોઈએ.
·         આ વિચારનો અન્ય કોઈએ અમલ કર્યો હોય તો તેની વિગતો સાથેની માહિતી હોવી જોઈએ.
·         વર્ગખંડમાં કરેલ ઇનોવેશન અને શાળા કે સમૂદાય સાથે કરેલ ઇનોવેશાનને સ્પષ્ટ વિભાગ જણાવી રજૂ કરવું જોઈએ.શીખવા અને શીખવવા માટે કોઈ સામગ્રીનું નિર્માણ કર્યું હોય તો તેનાં નિર્માણ ઉપરાંત ઉપયોગ અંગેની તમામ વિગતો  ક્રમ બદ્ધ રજૂ કરેલી હોવી જોઈએ.વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો માટે કરેલ કાર્યો કે વિગતોને ખાસ મહત્વ  આપવામાં આવે છે.વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના શિક્ષકોએ કઈ રીતે તેમની સાથે વ્યવહારમાં સહજતા લાવી.આ વિગતોને આધારે શું ફેરફાર થયા  તે માટેની વિગતો પણ આવકાર્ય  છે.
નવતર કાર્ય કે ઇનોવેશન એટલે...
·         વિદ્યાર્થીઓને પ્રભાવિત કરતી કોઈ એક પ્રક્રિયા.
·         એસ.એમ.સી. ધ્વારા થયેલ કાર્યો  અને અસરકારકતા.
·         શાળા અને સમૂદાય ધ્વારા થયેલ વિશેષ કાર્યોની વિગતો.
·         ગુણવતા લક્ષી પરિણામ સુધી પહોંચવા માટેના વિચારો  અને સૂચનો.
આપની વિગતનેલખવા માટે :
·         સમસ્યા કે જરૂરિયાતનું વર્ણન.
·         પ્રેરણા આપનાર વ્યક્તિ કે પ્રસંગ.
·         પ્રક્રિયાનો  વિકાસ અને લીધેલ પગલાં.
·         વિચારણા અમલ માટેના તબક્કાવાર માહિતી.
·         પ્રયોગ કાર્ય અને તેનું અસરકારક મૂલ્યાંકન માટેની વિગત.
·         મેળવેલ પરિણામ અને તેની અસરકારકતા માટેની વિસ્તૃત માહિતી.
·         પ્રયોગ કે વિચારની વર્તમાન પરિસ્થિતિ અને તેમાં કરેલ ફેરફારની વિગત.
આટલું ધ્યાન રાખવું:
·         દરેક નવતર કાર્યો માટે બધીજ વિગત અલગથી લખવાનું રાખવું.
·         પ્રત્યેક વિગત અને માટેની જરૂરીયાતો સ્પષ્ટ પગલા રજૂ કરવાનું રાખવું.
·         સાહિત્ય કે સામગ્રી નિર્માણની વિગતો અને તેના તબક્કાની માહિતી આપવાનું રાખવું.
·         નવતર કાર્ય અંગેની બધી જ વિગતોને એકત્ર કરી હાર્ડ કે સોફ્ટ મટેરિયલ સ્વરૂપે મોકલવાનું રાખવું.

સંપર્ક કરો.
આપ જીલ્લાના ઇનોવેશન સેલનો સંપર્ક કરી શકો છો.
જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ઇનોવેશન સેલ કાર્યરત છે.
આઈ.આઈ.એમ અમદાવાદનો ૦૭૯ ૬૬૩૨-૪૮૭૦ નંબર ઉપર સંપર્ક કરી શકો  છો.
આપનું ઇનોવેશન મોકલવા માટે:
પ્રો.વિજય શેરીચંદ
વિંગ: ૭ ક
ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ.(આઈ.આઈ.એમ)
વસ્ત્રાપુર.
અમદાવાદ:૧૫
ઇનોવેશન જોવા માટે/ઓન લાઈન રજીસ્ટ્રેશન માટે www.teachersastransformers.org ની મુલાકાત લેવી.
પાછળ જિલ્લાનું નામ લખવાથી જીલ્લાના ડાયટનું પેઇઝ ખુલશે.અહીં ઇનોવેશન ઓન લાઈન નોધાવી શકશો.

Comments

Unknown said…
Inspiring innovations...
Unknown said…
I'm very proud of you Sir ji.. .

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી